મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો જેમાં અજાણ્યા કૉલર દ્વારા સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલની લેન્ડલાઈન પર મંગળવારે સાંજે 4:30 વાગ્યે એક કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી, કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. થોડી જ વારમાં શાળાએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 505 (1) (B) અને 506 હેઠળ અજાણ્યા કૉલર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. દરમિયાન, મુંબઈ પોલીસે કહ્યું હતું કે તેમણે કોલ કરનારને શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરશે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં, HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો જેમાં અજાણ્યા કૉલરે હોસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
મુંબઇની આ સ્કૂલમાં બોમ્બની ધમકીનો ફોન આવ્યો
RELATED ARTICLES