(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઠંડીમાં હળવો ઘટાડો જણાયો હતો. જોકે વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર શુક્રવારે પણ ઊંચું રહ્યું હતું. દિલ્હી કરતા પણ મુંબઈમાં હવાની ગુણવત્તા કથળી ગઈ હતી. શુક્રવારે દિલ્હીનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૪૨ નોંધાયો હતો, તેની સામે મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૩ જેટલો ઊંચો રહ્યો હતો. મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. એકાદ-બે દિવસથી ઠંડીમાં હળવો ઘટાડો જણાયો છે. દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી અને કોલાબામાં ૧૯.૨ ડિગ્રી નોંધાયું હતું. ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થયું છે, છતાં વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
મુંબઈ સહિત નવી મુંબઈમાં વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર સતત જોખમી સ્તરે વધી રહ્યું છે. મુંબઈમાં એક્યુઆઈ ૩૦૩ તો નવી મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૩૩૩ જેટલો ઊંચો રહ્યો હતો. મુંબઈમાં કોલાબામાં ૩૧૩, મઝગાંવમાં ૩૩૮, ચેંબુરમાં ૩૧૯, અંધેરીમાં ૩૨૨, બીકેસી ૨૨૧ અને મલાડમાં ૩૧૪ જેટલો ઊંચો રહ્યો હતો.
મુંબઈમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું પણ પ્રદૂષણનું સ્તર નોંધાયું ઊંચું
RELATED ARTICLES