બેસ્ટના કાફલામાં ઈલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસ (Electric Double Decker AC Buses) ને સામેલ કરવામાં આવશે અને આ બસ ટૂંક સમયમાં મુંબઈના રસ્તા પર દોડતી જોવા મળશે. એક વર્ષની અંદર બેસ્ટમાં કુલ 900 AC Bus સામેલ થશે, જેમાં આ વર્ષના અંતમાં 225 બસ મળે એવી આશા છે.મુંબઈમાં લોન્ચ થનારી આ ડબલ ડેકર બસ લંડનમાં ચાલનારી બસના મોડલ જેવી છે.

બેસ્ટના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક બસને ભાડે લેવાની ટેન્ડર પ્રક્રિયા ખૂબ જ ઓછા ભાવે નોંધાઈ છે. આ રેટ ફક્ત 56 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. આ બસને કારણે બેસ્ટને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ મળશે. મુંબઈના રસ્તા પર આ એસી ડબલ ડેકર બસ જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

YouTube player

મળતી માહિતી અનુસાર આ બસમાં 99 પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા છે અને એક વાર ચાર્જ થયા બાદ 300 કિમી જેટલું અંતર કાપી શકશે.

Google search engine