મુંબઈ: ડિસેમ્બરમાં એપ્રિલ મહિનાની ગરમીમાંથી હજી માંડ મુંબઈગરાને રાહત મળી છે ત્યાં હવાની કથળેલી ગુણવત્તાનો સવાલ ઊભો થયો છે અને આગામી બે ત્રણ દિવસમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ગુરુવારે મુંબઈમાં હવાની ગુણવત્તાનો(AQI) નોંધાયેલો નિર્દેશાંક 280થી વધુ જ હતો. આ સમયગાળા દરમિયાન વધુ થાક લાગે છે અને ફેફસાં કે હૃદયરોગના દર્દીઓને આ સમસ્યા વધુ સતાવી શકે છે. આગામી બે દિવસ સુધી હવાની ગુણવત્તા ખરાબથી અતિ ખરાબની શ્રેણીમાં રહેશે, એવો અંદાજો વ્યક્ત કરાઈ રહ્યો છે. 25 ડિસેમ્બરથી મુંબઈમાં ઉષ્ણતામાનમાં ઘટાડો થાય એવી શક્યતા છે અને આ ઘટાડાની અસર હવાની ગુણવત્તા (AQI) પર પણ જોવા મળશે. પરિણામે હવાની ગુણવત્તા વધુ કથળશે અને મુંબઈગરાનો શ્વાસ રૂંધાઈ શકે છે.
ફરી રુંધાશે મુંબઈગરાનો શ્વાસ?
RELATED ARTICLES