મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટેલને બૉમ્બથી ઉડાવવાની ધમકી, રૂ. પાંચ કરોડની ખંડણીની માગ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મુંબઇની પ્રખ્યાત ફાઇવ સ્ટાર લલિત હોટેલને બોમ્બની ધમકી મળી હતી. કોલ કરનારે દાવો કર્યો હતો કે હોટલમાં 4 અલગ-અલગ જગ્યાએ 4 બોમ્બ રાખવામાં આવ્યા છે. ફોન કરનારે બોમ્બ વિસ્ફોટ ન થાય તે માટે હોટલ પ્રશાસન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.
શહેર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈની ફાઇવ સ્ટાર લલિત હોટેલને સોમવારે, 22 ઓગસ્ટે સાંજે લગભગ 6 વાગ્યે ધમકીભર્યો ફોન આવ્યો હતો. મુંબઈ પોલીસે આ મામલામાં સહાર સ્ટેશન પર એફઆઈઆર નોંધી છે.
ધમકી મળ્યા બાદ લલિત હોટલની તલાશી લેવામાં આવી તો ત્યાંથી કોઈ વિસ્ફોટકો મળી આવ્યા ન હતા, તેથી તે ફેક કોલ હોવાનું મનાય છે. દરમિયાન પોલીસે હોટલને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓને શોધવા માટે સાયબર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. તપાસમાં હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આ ધમકી બાદ હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.