મુંબઈઃ મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથીથી ડિસેમ્બર મહિનામાં માર્ચ અને એપ્રિલ મહિનાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 3-4 દિવસ સુધી ઉષ્ણતામાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. ઠંડીનો અહેસાસ કરવા મુંબઈગરાઓએ થોડી વધુ રાહ જોવી પડશે એવું પ્રાદેશિક હવામાન વિભાગનાં અધિકારી સુષ્મા નાયરે જણાવ્યું હતું. આવું કેમ થઈ રહ્યું છે એની પાછળનું કારણ આપતા સુષ્મા નાયરે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં તૈયાર થયેલા ઓછા દબાણના પટ્ટાને કારણે ઉષ્ણતામાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી 3 4 દિવસ સુધી પરિસ્થતિ આવી જ રહેશે. પારો એકાદ-બે ડિગ્રી નીચે આવી શકે પણ ઠંડીનો અનુભવ કરવા તો મુંબઈગરાઓએ હજી રાહ જોવી પડશે.
મુંબઇગરાએ ડિસેમ્બરની ઠંડીનો અહેસાસ કરવા હજી રાહ જોવી પડશે
RELATED ARTICLES