હજીતો ઠંડી માંડ પૂરી થઇ નથી ત્યાં ફેબ્રુઆરીમાં જ તાપમાન 38 અને 39 ડિગ્રીએ પહોંચ્યુ હોવાથી મે મહિનામાં શું હાલત હસે તે અંગે લોકોને ચિંતા થઇ રહી છે. આ ચિંતામાં વધારો કરે તેવો અંદાજ મંગળવારે ભારતીય હવામાન શાખા દ્વારા લગાવવામાં આવ્યો છે. માર્ચથી મે મહિના દરમિયાન વાયવ્ય ભારતના કેટલાંક ભાગ, મધ્ય ભારત, પૂર્વ અને ઇશાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં એવરેજ કરતા વધુ તાપમાન રહેશે. દેશાના બાકીના ભાગમાં એવરેજ કે તેથી ઓછું તાપમાન રહેવાની શક્યતાઓ છે.
માર્ચથી મે તથા માર્ચ મહિનાના તાપમાન અંગે મંગળવારે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અનુસાર કોકણમાં માર્ચથી મે આ સમય દરમિયાન તાપમાનનો પારો ઉંચો રહેશે. મુંબઇ ઉત્તર કોકણમાં આવે છે. તેથી અહીં પણ ગરમીનો પારો ઉંચો રહેશે. માર્ચથી મે મહિના દરમિયાન ગરમીની લહેર નિર્માણ થશે. માર્ચમાં ગરમીની લહેર મુંબઇગરાને હેરાન કરી શકે છે.
માર્ચ મહિનામાં ભારતના કેટલાંક વિસ્તારોને બાદ કરતા આખા દેશમાં તાપમાન એવરેજ કરતા વધુ રહેશે. માર્ચ 2023માં કોકણ વિભાગમાં તાપમાન એવરેજ કરતા વધુ હશે. ગરમીની અસર અમૂક વિસ્તારોને બાદ કરતા મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં વર્તાશે.
મુંબઇગરા જરા સાચવીને… માર્ચથી મે ગર્મીનો પારો રહશે ઉંચો
RELATED ARTICLES