રાજ્યના મોટાભાગના જિલ્લામાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. પરંતુ મુંબઈના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. બે-ચાર દિવસથી મુંબઈમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને તાપમાનનો પારો ફરી ઉંચો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી અઠવાડિયામાં મુંબઈમાં ફરી એક વખત તાપમાનનો પારો નીચે ઉતરે અને મુંબઈગરાને ફરી ઠંડી માણવા મળે એવો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
રાજ્યના અનેક જિલ્લામાં 10થી 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. મુંબઈમાં હાલ 20થી 22 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. એ દરમિયાન હવામાન ખાતાએ સોમવાર બાદ તાપમાનનો પારો 14 ડિગ્રીની આસપાસ પહોંચે એવી શક્યતા છે.
શનિવારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નાગપુરમાં 10 ડિગ્રી, વર્ધામાં 12 ડિગ્રી, ચંદ્રપુરમાં14 ડિગ્રી, બુલઢાણામાં 16 ડિગ્રી, ઔરંગાબાદમાં 12 ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર 14, જળંગાવમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મુંબઈગરા તૈયાર રહેજો કડકડતી ઠંડી માટે…
RELATED ARTICLES