મુંબઇમાં થઇ રહેલ કોસ્ટલ રોડને કારણે વરલી સી ફેસ, મરીન ડ્રાઇવ તેમજ હાજીઅલી પાસેના સમુદ્ર કીનારા હવે દેખાતા નથી એવી ફરિયાદ મુંબઇમાં આવનારા પર્યટકો દ્વારા વારંવાર કરનામાં આવી રહી છે. કોસ્ટલ રોડ માટે બનાવવામાં આવેલ મોટા પત્રાના બેરીકેટની પાછળ મુંબઇનું આ સૌદર્ય ખોવાઇ ગયું છે એમ ભલે હમણા લાગતુ હશે પણ જલ્દી તેની કાયાપલટ થવાની છે,. વરલીથી છેક મલબાર હીલ સુધી લગભગ 7 કિલોમિટર લંબાઇનો નવો સી ફેસ મુંબઇગરાને મળવાનો છે. ત્યારે દોડવિરો, સાયક્લીસ્ટ તથા મોર્નીગ વોક કરનારા લોકો આ 7 કિમીના પટ્ટા પર કોઇ પણ પ્રકારના અવરોધ વગર કુદરતી સૌદર્યનો અનુભવ કરી શકશે. મુંબઇ કોસ્ટલ રોડનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ્રિન્સેસ સ્ટ્રીટથી બાન્દ્રા – વરલી સી લિંક સુધી 10.58 કિમીનો કોસ્ટલ રોડ તૈયાર થઇ રહ્યો છે. જેમાં જોગીંગ ટ્રેક, યાક્લીંગ ટ્રેક, બગીચાઓ વગેરે તેની સુંદરતામાં વધારો કરશે. કીનારા પર વિશેષ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વરલી સી ફેસથી લગભગ 100 કિમીના રસ્તા પર નવા સી ફેસનું કામ પણ પૂરજોશમાં છે. સમુદ્રના ખોળે બનનારો આ સીફેસ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેથી કીનારા પરથી લટરા મારતા તમે સીધા મહાલક્ષ્મી મંદિર , હાજી અલી દર્ગા, પ્રિય દર્શીની પાર્કની સફર ખેડી છેક મલબાર હીલ સુધી જઇ શકાશે.
મુંબઇગરા આનંદો… હવે મળશે નવો સી ફેસ : સમુદ્ર કીનારેથી 7 કિમી ચાલતા જવાશે.
RELATED ARTICLES