ગણપતિબાપ્પાના સ્વાગત માટે મુંબઈગરા સજ્જ: ૧૫૦૦ ગણેશમંડળોને મળી મંજૂરી

આમચી મુંબઈ

ગણપતિ બાપ્પા મોરિયા: ૩૧ ઑગસ્ટથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. બે વર્ષ પછી આ ઉત્સવ ધામધુમથી ઉજવાશે. ચીંચપોકલીમાં ગણેશમૂર્તિને આખરી ઓપ આપી રહેલો મૂર્તિકાર. (તસવીર: જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવને માંડ ૧૦ દિવસ બાકી રહ્યા છે. ભક્તોએ પોતાના ઘરે ગણપતિબાપ્પાને લાવવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગણેશમંડળો પણ તેમના મંડળમાં વિધ્નહર્તાને લાવવાની જોરદાર તૈયારી કરી રહ્યા છે. જોકે મુંબઈમાં હજી સુધી માત્ર ૧૫૦૦ ગણેશમંડળોને જ મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મંજૂરી મળી છે.
પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ મુંબઈના અત્યાર સુધી ૧૫૦૦ સાર્વજનિક ગણેશોત્સવ મંડળને મંજૂરી આપી દેવામાં આવી છે. તો દસ્તાવેજોના અભાવે
૩૧૬ મંડળોની મંજૂરી નકારી દેવામાં આવી છે.
કોરોના મહામારીને પગલે બે વર્ષ બાદ આ વર્ષે ધૂમધામથી ગણેશોત્સવની ઉજવણી થવાની છે. સતત બે વર્ષ સુધી સાદાઈથી ગણેશોત્સવ ઊજવવામાં આવ્યો હતો. સરકારે તહેવારોની ઉજવણીને આડે રહેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. તેથી સાર્વજનિક ગણેશમંડળો પણ આ વખતે મોટાપાયા પર તૈયારીમાં લાગી
ગયા છે.
ગણેશમંડળો માટે પણ જુદી જુદી જગ્યાએથી મંજૂરી લેવાને બદલે તેમની માટે ‘વન વિન્ડો’ યોજના દાખલ કરવામાં આવી છે, જેમાં મુંબઈ પોલીસ, મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ વગેરેની મંજૂરીનો સમાવેશ થાય છે.
સાર્વજનિક ગણેશોત્સવ મંડળને ૨૩ ઑગસ્ટ સુધી મંજૂરી લેવાની મુદત આપવામાં આવી છે. અત્યાર સુધી પાલિકા પાસે કુલ ૨,૫૯૮ અરજી આવી હતી. તેમાંથી ૩૬૫ અરજી ડબલ વખત આવી હતી. અત્યાર સુધી મંજૂરી આપેલા મંડળની સંખ્યા ૧૫૦૦ છે તો ૩૧૬ મંડળોની અરજી ફગાવી દેવામાં આવી છે. ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.