મુંબઈમાં 75 વર્ષના બિઝનેસમેને લેખિકા સાથે ફાઇવ સ્ટાર હોટેલમાં કર્યો રેપ, દાઉદના નામે ધમકી પણ આપી

આમચી મુંબઈ

મુંબઈના જુહૂમાં એક ફાઇવ સ્ટાર હોટેલમાં 35 વર્ષની લેખિકા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસ આરોપી વિરુદ્ધ કેસ નોંધીને આગળની તપાસમાં લાગી ગઇ છે.

મોટી વાત એ છે કે આ રેપ કેસમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉજ ઇબ્રાહિમનું નામ પણ સામે આવ્યું છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર બળાત્કાર પીડિતાને આરોપીએ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નામની ધમકી આપી છે.

આરોપીએ મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે આ અંગે પોલીસને જાણ કરીશ તો જાનથી મરાવી નાખીશ. પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.