મુંબઈઃ મુંબઈના વરલીમાં નિર્માણાધિન ઈમારતના 42મા માળથી બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પથ્થર નીચે પડતાં બે જણના મૃત્યુ થયું હોવાની માહિતી મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી હતી. આ ઘટના મુંબઈના વરલી વિસ્તારમાં બની હતી. મૃતકોની ઓળખ સાબીર અલિ (36) અને ઈમરાન અલી ખાન (30) તરીકે થઈ હતી.
સાબીર અને ઈમરાન બંને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા એ સમયે અચાનક 42મા માળથી મોટો પથ્થર પડતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. પથ્થર પડ્યા બાદ બંને જણ લાંબા સમય સુધી ગંભીર અવસ્થામાં રસ્તા પર પડી રહ્યા હતા. મોડેથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 9મી જાન્યુઆરીના પણ વરલી પરિસરમાં લિફ્ટને કારણે અકસ્માત થયો હોવાની ઘટના બની હતી. આ ઘટના વરલીના અવઘના ટાવરમાં બની હતી અને અહીં લિફટને કારણે થયેલી હોનારતમાં બે જણના મૃત્યુ થયા હતા. આ વિસ્તારમાં આ પ્રકારના અકસ્માતની આ બીજી ઘટના છે.
બેંગ્લોરમાં પણ થઈ વરલીવાળી જ
આ પહેલાં આઈટી હબ ગણાતા બેંગ્લોરમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. 10મી જાન્યુઆરીના મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું હતું એ દરમિયાન થાંભલો પડતાં એક મહિલા અને તેના અઢી વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. મહિલા ટૂ-વ્હીલર પર પોતાના પતિ સાથે જઈ રહી હતી એ સમયે આ અકસ્માત થયો હતો. અનેક દિવસોથી આ થાંભલો પડુપડુ અવસ્થામાં હોવા છતાં પ્રશાસને તેની સામે આંખ આડા કાન કર્યા અનેતેને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
મુંબઈના આ વિસ્તારમાં 42મા માળેથી આવ્યું મોત
RELATED ARTICLES