મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં મર્ડરનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, કવિતા તેના પતિ કમલકાંત શાહના ભોજનમાં આર્સેનિક અને થેલિયમ મિક્સ કરીને આપી હતી, જેને કારણે સ્લો પોઈઝનને કારણે કમલકાંતની તબિયત ખરાબ થઈ અને તેનું મોત થયું હતું.
કમલકાંતનું સ્વાસ્થ્ય બગડતાં ત્રીજી સપ્ટેમ્બરે બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને 19 સપ્ટેમ્બર સુધી તેમની સારવાર ચાલી. આ દરમિયાન કમલકાંતના મોત પર ડોક્ટરોને શંકા ગઈ, જે બાદ કમલકાંતના ખૂનનો હેવી મેટલ ટેસ્ટ કરવામાં આવ્તાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. ડોક્ટરોએ આઝાદ મૈદાન પોલીસને ઘટનાની જાણકારી આપી, જે બાદ પોલીસે ગુનો નોંધીને કેસ સાંતાક્રુઝ પોલીસને સોંપ્યો હતો. હાલમાં આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી હતી છે અને તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ હતી કે કમલકાંતની પત્ની કવિતા તેના પ્રેમી હિતેશ જૈન સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચ્યું હતું.
પ્રેમી માટે પતિને આપ્યું ધીમું ઝેર! મુંબઈના આ વિસ્તારમાં થયું મર્ડર
RELATED ARTICLES