ક્યા સે ક્યા હો ગયા દેખતે દેખતે! Mumbai માં રહેતી મહિલાએ મેગીમાં ભૂલથી ઝેર નાંખી દીધું અને પછી જે થયું…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈના મલાડ વિસ્તારમાં મેગીએ એક મહિલાનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 35 વર્ષીય મહિલાએ ભૂલથી મેગી બનાવતી વખતે ઉંદર મારવાનું ઝેર નાંખી દીધું હતું, ટીવી જોતી વખતે તેણે આ ભૂલ કરી હતી.
આ ઘટના મલાડ પશ્ચિમમાં પાસ્કલ વાડીમાં બની હતી જ્યાં 35 વર્ષીય મૃતક રેખા નિષાદ તેના પતિ અને દિયર સાથે રહેતી હતી. આજીવિકા માટે નાના મોટા કામ કરતી હતી. ઝેરી મેગી ખાધા બાદ તેની તબિયત લથડી હોવાથી તેને તાત્કાલિક શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના 20 જુલાઈના બની હતી અને બુધવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.