ધુમ્મસ: ઠંડી અને પ્રદૂષણે માઝા મૂકી હોવાથી ભરબપોરે પણ મુંબઈમાં ફોગની ચાદર જોવા મળી રહી હતી. (જયપ્રકાશ કેળકર)
મુંબઈ: મુંબઈગરા શિયાળાની ફૂલગુલાબી ઠંડીને માણી રહ્યા છે ત્યારે હવામાન ખાતાના કહેવા મુજબ મુંબઈમાં હજી ૪૮ કલાક ઠંડીનું જોર રહેશે અને ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થશે. બુધવારે મુંબઈમાં તાપમાનનો પારો ૧૫.૫ ડિગ્રી નોંધાયો હતો. મુંબઈમાં ઠંડીનું જોર કાયમ છે તો હવામાં પ્રદૂષણનું સ્તર પણ વધુ માત્રામા નોંધાઈ રહ્યું છે. બુધવારે મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષણ ચેંબુરમાં રહ્યું હતું. મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. રવિવારે તાપમાન ૧૩.૪ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવે જોકે ધીમે ધીમે ઠંડીનું જોર હળવું થાય એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. બુધવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી અને કોલાબામાં ૧૮.૨ ડિગ્રી જેટલું નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ઔરંગાબાદમાં ૯.૭ ડિગ્રી નોંધાયું હતું. નાશિકમાં ૧૦.૫ ડિગ્રી, સતારામાં ૧૨.૦ ડિગ્રી, જળગાંવમાં ૧૦.૦૮ ડિગ્રી, પુણેમાં ૧૦.૫ ડિગ્રી, બારામતીમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં અઠવાડિયાથી ઠંડીમાં વધારો થયો છે, એ સાથે જ હવાની ગુણવત્તામાં પણ કથળી ગઈ છે. મુંબઈગરા પોતાના શ્ર્વાસમાં સતત ઝેર ભરી રહ્યા છે. બુધવારે દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૬ નોંધાયો હતો. તો નવી મુંબઈનો ઍક્યુઆઈ ૩૪૭ નોંધાયો હતો. ચેંબુરમાં ૩૫૦, બીકેસીમાં ૩૪૩, અંધેરીમાં ૩૨૫, ભાંડુપમાં ૩૦૧, મલાડમાં ૨૪૯ એક્યુઆઈ નોંધાયો હતો. ઉ