Homeઆમચી મુંબઈમુંબઈ ફરી સજ્જ થશે જી-૨૦ બેઠક માટે સુશોભીકરણના કામ ફૂલ સ્પીડે ચાલુ

મુંબઈ ફરી સજ્જ થશે જી-૨૦ બેઠક માટે સુશોભીકરણના કામ ફૂલ સ્પીડે ચાલુ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં માર્ચ અંતમાં ફરી જી-૨૦ની બેઠક થવાની છે, તે માટે મુંબઈ મહાનગરપાલિકા ફરી સજ્જ થઈ ગઈ છે અને અનેક જગ્યાએ ચાલી રહેલા સુશોભીકરણના કામ ફરી ઝડપે કરી રહી છે. મુબઈમાં ૨૮થી ૩૦ માર્ચ, ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પરિષદની વેપાર અને નાણાકીય ગ્રુપની બેઠક થવાની છે. ડિસેમ્બર, ૨૦૨૨માં સંપન્ન થયેલી બેઠકમાં જી-૨૦ પરિષદની બેઠક પ્રમાણે જ આ વખતે પણ બેઠક માટે આવનારા પ્રતિનિધિઓને મુંબઈના જુદા જુદા સ્થળોની મુલાકાત કરાવવામાં આવે. તેથી તેમના માર્ગ પર આવનારા તમામ વિસ્તારો અને રસ્તાઓની દેખરેખ અને અન્ય આવશ્યક કામ ઝડપે કરવાનો પાલિકા કમિશનર ઈકબાલસિંહે આદેશ આપ્યો છે.

આ દરમિયાન મુંબઈમાં હાલ ચાલી રહેલા સુશોભીકરણના કામ ઝડપથી પાર પાડવા માટેનો નિર્દેશ પણ કમિશનરે આપ્યો હતો. મુંબઈના સુશોભીકરણનો પ્રોજેક્ટ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે, જેમાં ડિસેમ્બર ૨૦૨૨માં પહેલા તબક્કામાં લેવામાં આવેલા ૫૦૦ કામ પૂરા થવાની તૈયારીમાં છે. હવે બીજા તબક્કાના ૩૨૦ કામ પણ ચાલુ કરવામાં આવ્યા છે. આ તામામ કામના સંબંધિત ઝોન, વોર્ડ અને ખાતાના આસિસ્ટન્ટ કમિશનર/ડેપ્યુટી કમિશનર, તમામ આસિસ્ટન્ટ કમિશનરોને તે કામ સમયસર પૂરા કરવાનો નિર્દેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular