પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રેલવેની ભેટ! એસી લોકલની સર્વિસ વધી, મુંબઈગરાનો પ્રવાસ વધુ કૂલ બનશે

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રેલવે બોર્ડ તરફથી તબક્કાવાર એર કન્ડિશન્ડ (એસી) રેક (ઈએમયુ-ઈલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ)ની ફાળવણીને કારણે આજથી પશ્ર્ચિમ રેલવેમાં નવી આઠ સર્વિસીસ દોડાવવાનું ચાલુ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ફ્રિકવન્સી વધવાથી પ્રવાસીઓ વધુ ટ્રાવેલ કરી શકે છે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો.

એસી લોકલ ટ્રેનની ટિકિટના ભાડાંમાં ઘટાડો કરવાને કારણે એસી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં વધારો થયો છે, જેથી એસી લોકલ ટ્રેન વધુ લોકપ્રિય બની છે. અઠવાડિયામાં રોજ અપ અને ડાઉન લાઈનમાં આઠ સર્વિસ વધારાતા રોજની ૪૮ સર્વિસ દોડાવવામાં આવશે. એસી લોકલ ટ્રેનની ટિકિટના ભાડામાં ઘટાડો કરવાને કારણે સૌથી વધુ લોકો સિંગલ જર્નીમાં ટ્રાવેલ કરે છે, જ્યારે હવે ધીમે ધીમે લોકો એસી લોકલ ટ્રેનના પાસ કઢાવી રહ્યા છે. કોવિડ-૧૯ના તબક્કા પૂર્વે મુંબઈમાં એસી લોકલમાં ૧૫,૦૦૦ લોકો ટ્રાવેલ કરતા હતા, જેમાં ત્રણ ગણો વધારો થયો છે. પશ્ર્ચિમ રેલવેમાં રોજના ૪૭,૭૦૦થી વધુ લોકો ટ્રાવેલ કરે છે, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
ચર્ચગેટ-વિરાર કોરિડોરમાં નવી આઠ એસી લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે, જેમાં ચર્ચગેટ-બોરીવલી-ચર્ચગેટ, ચર્ચગેટ-ભાયંદર-ચર્ચગેટ તથા ડાઉન લાઈનમાં ચર્ચગેટ-વિરાર, ચર્ચગેટ-બોરીવલી, ચર્ચગેટ-મલાડ અને ચર્ચગેટ-ભાયંદર વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.