મુંબઇગરા આજે હાઇવે પર જવાનું ટાળજો…. મેટ્રો ગર્ડર બદલવામાં આવી રહ્યા હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મેટ્રોના ગર્ડર બદલવાનું કામ ચાલી રહ્યું હોવાથી મુંબઇના પશ્ચિમ પરાના નેસ્કો એક્ઝિબિશન સેન્ટર નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર કામદારો ગર્ડર બદલી રહ્યા હોવાથી ટ્રાફિક બેક લોગ અને જામ સર્જાયો છે. તેમણે જણાવ્યું હતું કે એકાદ-બે કલાકમાં ટ્રાફિક જામ ક્લિયર થઇ જશે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે ગઈકાલે રાત્રે એક ગર્ડર નીચે ઉતારવામાં આવ્યો હતો અને હવે તેને કાપીને લઇ જવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ એક આયોજિત પ્રવૃત્તિ છે અને એકાદ-બે દિવસમાં વધુ બે બીમ નીચે ઉતારવામાં આવશે અને એને કાપીને લઇ જવામાં આવશે. બીમ 35 ફૂટ જેટલા લાંબા હોવાથી તેને એક ટૂકડામાં પરિવહન કરીને લઇ જવા શક્ય નથી હોતા, તેથી તેને કાપીને લઇ જવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.