મુંબઈઃ જાન્યુઆરી મહિનામાં કડાકાની ઠંડીનો અનુભવ કર્યા બાદ હવે હજી તો ફેબ્રુઆરીની શરૂઆતમાં જ એપ્રિલ મહિનાની ગરમીનો અહેસાસ કર્યો હતો અને તેમાં પણ ગુરુવારે બપોરે તો કામ નિમિત્તે બહાર નીકળનારા મુંબઈગરાઓએ તો રીતસરના ગરમીના ચટકા સહન કરવાનો વારો આવ્યો હતો.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારનો દિવસ મુંબઈ માટે સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને 36.4 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનની નોંધ કરવામાં આવી હતી. સાંતાક્રુઝ ખાતે મહત્તમ 36.4 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનની નોંધ કરાઈ હતી જ્યારે કોલાબા ખાતે 33.9 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનની નોંધ કરવામાં આવી હતી. જયારે સાંતાક્રુઝ અને કોલાબા ખાતે 22 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનની નોંધ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં રાજ્ય અને મુંબઈમાં હિલ સ્ટેશન જેવી ઠંડનો અહેસાસ મુંબઈગરાઓએ કર્યો હતો અને હવે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એપ્રિલ મહિનાની ગરમી અનુભવાતા મુંબઈગરાઓએ અકળાઈ ઉઠ્યા હતા.
હવામાન ખાતા દ્વારા આગામી બે-ત્રણ દિવસ સુધી મુંબઈમાં તાપમાન ઊંચુ જ જોવા મળશે અને ત્યાર બાદ મુંબઈગરાના હિસ્સે થોડી ઘણી રાહત આવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 11મી ફેબ્રુઆરી બાદ મુંબઈગરાને ગરમીમાંથી આંશિક રાહત મળશે, એવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે એટલે ત્યાં સુધી તો મુંબઈગરાઓ સમક્ષ પરસેવે રેબઝેબ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ફેબ્રુઆરીમાં મુંબઈગરાને થયો એપ્રિલનો અહેસાસ
RELATED ARTICLES