મુંબઈમાં છેલ્લા કેટલાંય સમયથી વૉટર ટેન્કર એસોસિયેશન દ્વારા શરૂ કરવામાં આવેલ હડતાળ બાબતે મંગળવારે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રમુખ ઉપસ્થિતિમાં થયેલ ચર્ચા બાદ આ હડતાળ પછી ખેંચવામાં આવી રહી છે એવી જાહેરાત વૉટર ટેન્કર એસોિયેશન દ્વારા એક પત્રકાર પરિષદ અંતર્ગત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા આ પ્રસંગે ઉપસ્થિત હતાં. ઉપરાંત મુંબઈ મહાનગર પાલિકાના એડિશનલ કમિશનર ડૉ. સંજીવ કુમાર , મુંબઈ ઉપનગર જિલ્લા અધિકારી નિધિ ચૌધરી, એડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંત, મુંબઈ વૉટર ટેન્કર એસોસિયેશનના અધ્યક્ષ જસબિરસિંહ બિરા , ઉપાધ્યક્ષ જીતુ શાહ ઉપરાંત એસોિયેશનના પદાધિકારીઓ ઉપસ્થિત હતા.
એસોિયેશનને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે પોતાના પ્રશ્નો મૂક્યા જે સાંભળ્યા બાદ ઉપામુખ્યમંત્રી એ તેમના પ્રશ્નો નિયમઅનુસાર હલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તથા લોકોની ગેરસુવિધા ને ધ્યાનમાં લઈ પાણી પુરવઠો તરત શરૂ કરવા જણાવ્યું હતું. ઉપમુખ્યમંત્રી ની વાત નું માન રાખી એસોિયેશનની બેઠક તરત યોજી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે તેવો વાયદો એસોિયેશન દ્વારા કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં ટેન્કરચાલકોની હડતાળ સમેટાઈ, લોકોમાં રાહતની લાગણી
RELATED ARTICLES