(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરના ચેંબુર અને ગોવંડીમાં બુધવારથી ગુરુવાર સુધીના 24 કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. પાલિકા દ્વારા નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી છે, જેથી તેમને પાણીકાપના આ સમયગાળા દરમિયાન હાલાકીનો સામનો ના કરવો પડે.
મળી રહેલી માહિતી અનુસાર બુધવાર 8 ફેબ્રુઆરી, 2023ના ટ્રૉમ્બે હાઈ રિઝવિયરમાં ઈનલેટ્સ વાલ્વ બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ સમારકામ બુધવાર સવારના 10 વાગ્યાથી ચાલુ થશે અને બીજા દિવસે ગુરુવારે સવારના 10 વાગ્યા સુધી ચાલશે. તેથી આ સમયગાળા દરમિયાન એમ-પૂર્વ અને એમ-પશ્ર્ચિમ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો ખંડિત થશે.
એમ-પૂર્વ વોર્ડમાં ટાટાનગર, ગોવંડી સ્ટેશન રોડ, દેવનાર મ્યુનિસિપલ કૉલોની, ગોવંડી, લલ્લુભાઈ બિલ્ડિંગ, જોન્સન જેકબ માર્ગ, એસપીપીએલ બિલ્િંડગ, મ્હાડા બિલ્ડિંગ, મહારાષ્ટ્રનગર, દેવનાર વિલેજ રોડ, ગોવંડી વિલેજ, વી.એન. પુરવ માર્ગ, બીકેએસડી રોડ, મંડાલા ગાવ, માનખુર્દ નેવી ઍરિયા, માનખુર્દ વિલેજ, ગોવંડી સ્ટેશન રોડ, સી-સેક્ટર ડી-સેક્ટર, ઈ-સેક્ટર, જી-સેકટર, એચ-સેકટર, જે-સેકટર, કે-સેક્ટર, કોળીવાડા ટ્રૉમ્બે, કસ્ટમ રોડ, દત્ત નગર, બાલાજી મંદીર રોડ, પાયલીવાડા ચિત્તા કૅમ્પ ટ્રૉમ્બે, દેવનાર ફાર્મ રોડ, બોરબાદેવી નગર, બી.એ.આર.સી. ફેકટરી, બી.એ.આર.સી. કૉલોની, ગૌતમ નગર, પાંજરાપોળમાં પાણીપુરવઠો બંધ રહેશે.
એમ-પશ્ર્ચિમ વોર્ડમાં બીટ ક્રમાંક 152, 153, ઘાટલા અમર નગર, મોતી બાગ, ખારદેવ નગર, વૈભવ નગર, સુભાષ નગર, ચેંબૂર ગાવઠાણ, સ્વસ્તિ પાર્ક, સિદ્ધાર્થ કોલોની, લાલ ડોંગર, ચેંબુર કૅમ્પ, યુનિયન પાર્ક, લાલ વાડી, મૈત્રી પાર્ક, અતુર પાર્ક, સુમન નગર, સાઈબાબા નગર અને શ્રમજીવી નગરમાં પણ પાણીપુરવઠો બંધ રહેશે.
આવતી કાલે મુંબઈના આ વિસ્તારના નાગરિકો પાણી સાચવીને વાપરજો નહીંતર….
RELATED ARTICLES