Homeઉત્સવમુંબઈ તે વખતે માહિમના નામે ઓળખાતું હતું

મુંબઈ તે વખતે માહિમના નામે ઓળખાતું હતું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

મહાનગરો કલકત્તા અને મદ્રાસ કરતાંયે મુંબઈ આ રીતે વડીલ નગર છે. જૂન માસની ર૩મી તારીખ એટલા માટે મહત્ત્વ ધરાવે છે કે એ દિવસે એટલે કે ૧૬૬૧ના જૂનની ૨૩મી તારીખે બ્રિટનના રાજા ચાર્લ્સ બીજા અને પોર્તુગલના રાજા આલ્ફોન્સસ છઠ્ઠા વચ્ચે દહેજ અંગે ‘લગ્ન કરાર’ (ખફિશિફલય િિંયફિું) થયા હતા. આ લગ્ન કરારની ૧૧મી કલમમાં મુંબઈ બંદર અને ટાપુ સદાને માટે ચાર્લ્સ બીજાને સુપરત કરવામાં આવ્યાં છે. ચાર્લ્સ બીજાનાં લગ્ન પોર્તુગલના રાજાની બેન ઈનફન્ટા કેથેરીન બ્રઝાન્ઝા સાથે કરવામાં આવ્યાં હતાં. આ મુંબઈ ટાપુ લિસ્બન અને લંડન બંને પાટનગરોથી ૧૨ હજાર માઈલ દૂર હતો અને એ ટાપુ નહીં તો પોર્તુગલના રાજાએ જોયો હતો કે નહીં તો બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાએ માત્ર નકશામાં જોઈને જ આ કરારો કરવામાં આવ્યા હતા. એમાં મુંબઈની સાથોસાથ ઝફક્ષલશયિ અને ઉીક્ષસશસિ પણ સુપરત કરવાનું જણાવવામાં આવ્યું છે. તે વખતે ઈંગ્લૅન્ડના વડા પ્રધાન અર્લ ઓફ કલેરેન્ડન હતા.
બ્રિટનને આ ત્રણ મળવાથી કશી આવક નહીં અને બીજે વરસે કેથેરીનને સંતાન થયું નહીં એટલે બ્રિટનનાં ટીખળી લોકોએ વડા પ્રધાનના નિવાસસ્થાને તખતી લગાડી અને તેમાં લખ્યું હતું.
પઝવયિય તશલવિં જ્ઞિં બય તયયક્ષ-ઉીક્ષસશસિ, ઝફક્ષલશયિ ફક્ષમ ફ બફિયિક્ષ િીયયક્ષ.થ
બ્રિટનના રાજા ચાર્લ્સ બીજા છુટ્ટા હાથે પૈસા ખર્ચનાર અલગારી આદમી હતા એટલે હંમેશાં નાણાંની ખેંચ અનુભવતા. આથી ચાર્લ્સ બીજાએ ૧૬૬૮ના માર્ચની તારીખે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વાર્ષિક ૧૦ પાઉન્ડના ભાડે મુંબઈ સોંપી દીધું હતું. આજે એટલી કિંમતમાં મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં ૧૦ડ્ઢ૧૨ ફૂટની ઝૂપડી-ખોલી-ઓરડી પણ મળતી નથી.
અંગ્રેજોના હાથમાં મુંબઈનો કબજો તો વાસ્તવિક રીતે ૧૬૬૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે આવ્યો હતો. તે વખતે વસઈના પોર્તુગીઝ ગવર્નરના હસ્તક મુંબઈ હતું અને તેઓ મુંબઈનું મહત્ત્વ જાણતા હતા એટલે અંગ્રેજોને સુપરત કરવા ઈચ્છતા નહોતા, ‘લગ્નકરાર’ પણ પોર્તુગલના રાજાએ ગોવાના પોર્તુગીઝ ગવર્નર જનરલ અને વસઈના ગવર્નરની જાણ વિના કર્યા હતા. તે વખતે ગોવાના ગવર્નર જનરલ એન્ટોનિયો ડિમેલો ડી’કેસ્ટો હતા. એમણે પોર્તુગલના રાજાને પત્ર લખીને સ્પષ્ટ જણાવ્યું હતું કે મુંબઈને બદલે બ્રિટનના રાજાને રોકડ નાણાં આપવાં. એ નાણાંની રકમ પણ માત્ર ૫-૬ હજાર પાઉન્ડ જેટલી ચૂકવવામાં આવી હતી. પોર્તુગલની કમનસીબીની વાત એ હતી કે એટલાં નાણાં પણ ત્યારે પોર્તુગલની તિજોરીમાં નહોતાં.
ગોવાના ગવર્નર જનરલ પોર્તુગલના રાજાના જવાબની રાહ જોઈ રહ્યા હતા ત્યાં ચાર્લ્સ બીજાનો પત્ર લઈને સર અબ્રાહમ શીપમેન મુંબઈનો કબજો લેવા પાંચ જહાજોનો કાફલો લઈને ૧૬૬૨ના સપ્ટેમ્બરમાં મુંબઈ બંદરે આવી પહોંચ્યા. પણ, વસઈના પોર્ટુગીઝ ગવર્નરે તેમને ગોવાના ગવર્નર જનરલ પાસે મોકલ્યા. ગોવાના ગવર્નર જનરલે અનેક વાંધાઓ કાઢ્યા અને હતાશ અબ્રાહમ શીપમેનની કોઈએ ગોવા નજીકના ટાપુ પર હત્યા કરી. આથી પોર્ટુગલ અને બ્રિટન વચ્ચે સંબંધ બગાડવાની પરિસ્થિતિ ઉપસ્થિત થવા પામી. ચાર્લ્સ બીજાએ આથી હમ્ફ્રી કુકને ફરી વાર મોકલાવ્યા ત્યારે ૧૬૬૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે મુંબઈનો કબજો સોંપવામાં આવ્યો હતો.
મુંબઈ તે વખતે માહિમના નામે ઓળખાતું હતું અને મુંબાદેવીનું મંદિર ત્યારે અત્યારે જ્યાં બોરીબંદર વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન છે ત્યાં હતું. આ માહિમની સ્થાપના ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીએ સોમનાથ-પાટણના પરાજય પછી માહિમ ખાતે ભાગી આવીને કરી હતી. એને મહિષ્કાવતી એવું નામ આપ્યું હતું અને આ મહિષ્કાવતીની ઉપરથી માહિમ થયું છે. રાજા ભીમદેવ સોલંકી સાથે જે અજમેર તરફના રાજપૂતો આવ્યા હતા તેઓ અંબાદેવીના ભક્ત હતા. એમણે અહીં અંબાદેવીનું મંદિર સ્થાપ્યું હતું. રાજપૂતો ‘મા, અંબાદેવી’ એવું સંબોધન કરતા હતા. આથી સ્થાનિક કોલી-માછીમાર અને ભંડારી લોકો ‘મા અંબા આઈ’ કહેવા લાગ્યા અને તેના ઉપરથી એ મંદિરનું સ્થળ મા-અંબા આઈ ઉપરથી મુંબાઈ-મુંબઈ થયું છે.
પોર્તુગીઝ ભાષાના બોમ બોહિયો-સારા બંદર ઉપરથી બોમ્બે થયું છે એ કલ્પના અંદાજ માત્ર છે. મુંબઈને પહેલાં મુંબાઈ (મા-અંબાઆઈ) તરીકે જ ઓળખવામાં આવતું હતું.
મુંબઈનો મલબાર હિલ વિસ્તાર ત્યારે જંગલ જેવો વિસ્તાર હતો અને તેની વિશેષ ગણના થતી નહોતી. ૧૭૨૮માં મલબાર હિલ વિસ્તારને ગાયોને ઘાસ ચરાવવા વાર્ષિક રૂા. ૧૩૦ના ભાડે આપવામાં આવ્યો હતો. ત્યારે નરીમાન પોઈન્ટ અને મલબાર હિલ ગવર્નર હાઉસ વચ્ચે જમીનનો એક પટ્ટો હતો અને ગાય બળદ સરળતાથી અવરજવર કરી શકતાં હતાં. મલબાર હિલ નામ એટલા માટે પડ્યું છે કે મલબારી ચાંચિયાઓ અરબી સમુદ્રમાં ફરતાં વહાણો લૂંટીને મલબાર હિલ કિનારાની આસપાસ વહાણો લાંગરીને જંગલમાં છુપાઈ જતા હતા.
મુંબઈ ઉપર ગુજરાતના સુલતાન બહાદુર શાહનું રાજ હતું અને વસઈનો કિલ્લો એમણે બંધાવ્યો હતો જ્યારે મોગલ બાદશાહ હુમાયુએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું તો સુલતાન શાહે પોર્તુગીઝ સાથે સંધિ કરી. ઈ.સ. ૧૫૩૪માં વસઈ તેમને સુપરત કર્યું હતું. મુંબઈ ત્યારે વસઈને આધીન હતું.
જ્યારે ૧૬૬૫માં પોર્તુગીઝ કબજામાંથી મુંબઈ અંગ્રેજો હસ્તક ગયું ત્યારે કુલ વસ્તી માંડ ૧૦ હજાર હતી અને તડીપાર થયા હોય એવા લોકો અહીં આવીને વસતા હતા. હમ્ફ્રી કુકે મુંબઈનો કબજો તો લીધો; પણ એ શિયાળ જેવો મહાલુચ્ચો માણસ હતો. જો કે એ સર અબ્રાહમ શીપમેનનો સેક્રેટરી માત્ર હતો. એ પોતે જ બનાવટી દસ્તાવેજ બતાવીને મુંબઈનો ગવર્નર બની બેઠો હતો અને મુંબઈનું મહેસૂલ પચાવી ગયો હતો. પોતાને મુંબઈના માલિક તરીકે જ ઓળખાવતો હતો.
સુરત ત્યારે અંગ્રેજોનું વડું મથક હતું અને સુરત કાઉન્સિલના પ્રેસિડન્ટ સર જ્યોર્જ ઓકસનડને પણ એ ગાંઠ્યો નહોતો. સર જ્યોર્જ પછી ૧૬૬૯ના જુલાઈમાં જિરાલ્ડ ઓન્જિયર પ્રેસિડન્ટ બન્યા તો કુકને સીધો કરવા ૧૬૭૨માં સુરતથી વડું મથક મુંબઈ લઈ જવામાં આવ્યું અને જિરાલ્ડ ઓન્જિયરે બધો વહીવટ કુકના હાથમાંથી લઈ લીધો. જિરાલ્ડ ઓન્જિયરે ગુજરાતથી વેપારીઓને, કારીગરોને આગ્રહપૂર્વક મુંબઈ આવવા આમંત્રણ આપ્યું અને ગુજરાતીઓના સહકારથી આજના મહાનગર મુંબઈનો પાયો નાખ્યો. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular