મુંબઇનો ટ્રાફિકતો દેશભરમાં વિખ્યાત છે. આડે દિવસે તો પીક અવર્સમાં લોકો ડ્રાઇવ કરીને થાકી જતા હોય છે. તેથી જો ફરવા જવું હોય તો લોકો રજાનો દિવસ પસંદ કરે છે કે જેથી રસ્તા પર ટ્રાફિક જામ ના લાગે. જો તમે પણ આજે રજાની મજા માણવા બહાર નિકળવાના હશો તો જરા બચકે… કારણ કે આજે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે દાદરના શિવાજીપાર્કમાં ગુડી પાડવા નિમિત્તે સભાને સંબોધશે. જેમાં હજારોની સંખ્યામાં તેમના સપોર્ટર્સ આવવાને કારણે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મુંબઇ ટ્રાફિક વિભાગમાંથી મળતી માહિતી મુજબ આજે શિવાજી પાર્કથી માંડીને ઘણી જગ્યાએ પાર્કીંગ પર રોક લગાવવામાં આવી છે. ઘણી જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મુંબઇ બહારથી આવતા વાહનો માટે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ પાર્કીગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ રસ્તાઓ પર પાર્કીંગ નહીં થઇ શકે…
– એસ.વી.એસ રોડ (સિદ્ધી વિનાયક મંદિર જંક્શનથી યસ બેન્ક સુધી)
– કેલુસકર રોડ દક્ષિણ અને ઉત્તર, દાદર
– એમ.બી. રાઉત માર્ગ
– પાંડુરંગ નાઇક માર્ગ (રોડ નં.5)
– દાદાસાહેબ રેગે માર્ગ
– LT. દિલીપ ગુપ્તા માર્ગ (શિવાજી પાર્ક ગેટ નંબર 4 થી શિતલાદેવી મંદિર જંકશન)
– એન.સી. કેલકર માર્ગ
– એસ.વી.એસ. રોડ સિદ્ધી વિનાયક મંદિર જંકશનથી યસ બેન્ક જંકશન
ઓલ્ટરનેટ રુટ :
રાઇટ ટર્ન સિદ્ધી વિનાયક મંદિર જંકશનથી એસકે બોલે રોડ, આગર બજાર, પોર્ટુગીઝ ચર્ચ, લેફ્ટ ટર્ન ગોખલે રોડ, એલજે રોડ.
ગુડિ પાડવા મેળામાં સામેલ થવા માટે ગાડી અહીં સુધી જ લઇ જઇ શકાશે
પશ્ચિમ અને ઉત્તર પરામાંથી આવતા વહાનો જેઓ વેસ્ટર્ન એક્સપ્રેસ વે થી આવશે તે લોકોએ યાત્રીઓને સેનાપતી બાપટ માર્ગ એટલે કે માટુંગા રેલવે સ્ટેશનથી રુપારેલ કોલેજ વચ્ચે ચોડવા પડશે. આ લોકો માહિમ રેતી બંદર, ઇન્ડિયા બુલ્સ ફાઇનાન્સ સેન્ટર પીપીએલ પાર્કીંગ, કામગાર મેદાન અને સેનાપતી બાપટ રોડ પર પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે નાના વાહનો કોહીનુર પીપીએલમાં પાર્ક કરી શકાશે.
થાણે અને નવી મુંબઇથી ઇસ્ટર્ન એક્સપ્રેસ વે થી આવતા લોકોએ દાદાર ટીટી સર્કલ પાસે યાત્રીઓને છોડવું પડશે. અને પાર્કીંગ માટે તેઓ ફાઇવ ગાર્ડન, માટુંગા અને આર.એ.કે 4 રોડ્સ પર જઇ શકે છે.
જે લોકો સાઉથ મુંબઇથી વિર સાવરકર માર્ગ પરથી આવવાના હશે તેમણે યાત્રીઓને રવિન્દ્રનાથ નાટ્ય મંદિર પર છોડીને પાર્કીંગ માટે ઇન્ડિયા બુલ્સ ફાઇનાન્સ સેન્ટર પીપીએલ પાર્કીંગમાં જવું પડશે.
ટ્રાફિકની આ વ્યવસ્થા બુધવારે (22 માર્ચ)ના રોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી રહેશે.