Homeઆમચી મુંબઈમુંબઈથી નવી મુંબઈ 20 મિનિટમાં, પણ આ ટેક્નિકનો થશે ઉપયોગ...

મુંબઈથી નવી મુંબઈ 20 મિનિટમાં, પણ આ ટેક્નિકનો થશે ઉપયોગ…

મુંબઈઃ મુંબઈથી નવી મુંબઈની મુસાફરી ફક્ત 20 મિનિટમાં પૂરી કરવા માટે ખાસ કરીને એમટીએચએલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યા પછી રોજના હજારો વાહનો પસાર થવાની અપેક્ષા છે. જોકે, ટોલનાકા પર જો વાહનોની ભીડ થઈ તો ટૂંકા સમયગાળામાં પહોંચવાનું મુશ્કેલ થઈ શકે છે અને એના ઉકેલ માટે એમએમઆરડીએ ઓપન રોડ ટોલિંગ સિસ્ટમ (સિંગાપોરની ટેક્નિક)નો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નિકના ઉપયોગથી એમટીએચએલ પરથી નિર્ધારિત સમયમાં પહોંચી શકાશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
હાલના તબક્કે એમએમઆરડીએએ સી-લિંક તૈયાર કરવાનું કામકાજ 90 ટકા પૂરું કરવામાં આવ્યું છે. 2023 અંત સુધીમાં બ્રિજ પરથી વાહનોની અવરજવર ચાલુ કરવામાં આવશે. 22 કિલોમીટર લાંબા બ્રિજનો 16.5 કિલોમીટરનો હિસ્સો પાણીમાં હશે, જ્યારે 5.5 કિલોમીટરનો હિસ્સો જમીન પર હશે. એટલું જ નહીં, બંને દિશામાં બ્રિજને જમીનથી જોડવાનું પૂરું થઈ ગયું છે. તાજેતરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એમટીએચએલના નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. બુધવારે પેકેજ-ટૂ અન્વયે સૌથી લાંબા સ્ટીલ ડેક રાખવામાં આવ્યું હતું, જે ડેક 180 મીટર લાંબુ અને 2300 મેટ્રિક ટન વજનનું હતું. વિદેશી ટેક્નિક (સિંગાપોર)નો ઉપયોગ સૌથી પહેલી વખત કરવામાં આવશે, જેનાથી વાહનચાલકોના સમયની બચત થશે, જ્યારે ટ્રાવેલિંગ ટાઈમ પણ બચશે.
અલબત્ત, મહારાષ્ટ્ર રાજ્યમાં પહેલી વખત ઓપન રોડ ટોલિંગ સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં શિવડી-ન્હાવાસેવા ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ (એમટીએચએલ) પર આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નિકથી ટોલ વસૂલવામાં આવશે. આ ટેક્નિકને કારણે વાહનોને રોકવા માટે અવરોધો-ડંડા રાખવામાં આવશે નહીં. એટલું જ નહીં, વાહનોને રોક્યા વિના ઝડપથી વાહનોનું અવરજવર કરવાનું વધારે સરળ થશે, એમ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular