મુંબઇને પાણી પુરવઠો પૂરો પાડતા જળાશયની પાઇપ લાઇનના ગળતરનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી મંગળવારે 29 નવેમ્બર, 2022ના સવારે 8.30 કલાકથી બુધવાર 30 નવેમ્બર, 2022ના સવારે 8.30 કલાક સુધી મુંબઇના પશ્ચિમના પરાના કેટલાક વિસ્તારોમાં પાણી નહી આવે એવી માહિતી મુંબઇ મહાનગર પાલિકાએ આપી છે.
આ સમયગાળા દરમિયાન બાંદ્રાથી સાંતાક્રુઝ પૂર્વ (H/પૂર્વ)ના TPS III, TPSV, આગ્રીપાડા, સેવા નગર, હનુમાન હિલ, 7મો રોડ, ખાર સબવે, દાવરી નગર, શિવાજી નગર, ગાવદેવી, વાકોલા પાઇપ લાઇન માર્ગ, નેહરુ માર્ગ વિસ્તાર, બાંદ્રાથી સાંતાક્રુઝ (H/વેસ્ટ)ના સાંતાક્રુઝ (પશ્ચિમ), ગજધરબંધ, ખાર પશ્ચિમના પશ્ચિમ રેલવે વિસ્તાર અને ડૉ. આંબેડકર માર્ગના કેટલાક વિસ્તારો, ગોરેગાંવ (P/South) અને બિંબિસાર નગર વિસ્તારમાં તેમ જ ગોરેગામ પશ્ચિમના રામ મંદિર વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે અને બાંદ્રા પશ્ચિમના વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી પુરવઠો થશે.
આ સમયગાળા દરમિયાન સમગ્ર K/West K/East વોર્ડના કેટલાક ભાગમાં પાણી પુરવઠો બંધ રહેશે.
મુંબઇના આ વિસ્તારોમાં આવતી કાલે રહેશે પાણી પુરવઠો બંધ
RELATED ARTICLES