મુંબઈઃ માયાનગરી મુંબઈની ઈમેજને કાળિમા થોપતી એક વધુ ઘટના સામે આવી રહી છે, જેમાં એક જ દિવસમાં ત્રણ સગીરાઓ પર બળાત્કાર થયો હોવાની માહિતી મળી રહી છે.
ઘરની નજીક રહેતાં એક 42 વર્ષીય વ્યક્તિએ ત્રણ સગીરાઓને નૂડલ્સની લાલચે બળાત્કાર કર્યો હોવાની આઘાતજનક ઘટનાને કારણે ફરી એક વખત મુંબઈ મહિલા અને બાળકીઓ માટે કેટલું સુરક્ષિત છે એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસ દ્વારા આ નરાધમની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીએ ત્રણેય સગીરા પર લાલચ આપીને અત્યાર કર્યો હતો. પીડિતાની માતાએ પોલીસને આપેલી માહિતી અનુસાર આરોપી તેમનો પડોશી છે અને તેણે ત્રણેય પીડિતાને ખાવા-પીવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવી હતી. પીડિતાઓ જેવી તેના ઘરે ગઈ એટલે તેણે દરવાજો બંધ કરીને આ દૃષ્કૃત્ય કર્યું હતું.
બળાત્કાર બાદ ઘરે પાછી ફરેલી પીડિતાએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ માતાને કરી હતી અને માતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં દોટ મૂકીને આ બાબતે આરોપી સામે ગુનો નોંધાવ્યા હતો. જે. જે. પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નૂડલ્સની લાલચે સગીરાઓને ઘરે બોલાવી અને… 42 વર્ષીય નરાધમની પોલીસે કરી ધરપકડ
RELATED ARTICLES