મુંબઈમાં ફરીથી આતંકી હુમલાની ધમકી આપવામાં અવી છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ને ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ મુંબઈ ઉપરાંત દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. NIAએ મુંબઈ પોલીસને ધમકી અંગે માહિતી આપી હતી. હાલ મુંબઈ પોલીસ અલર્ટ પર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર NIAના ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન સંગઠનનો આતંકવાદી ગણાવ્યો હતો સાથે સાથે દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર હુમલો કરવામાં આવશે.
ધમકી ભર્યો ઈ-મેલ મળતાની સાથે જ NIAએ મુંબઈ પોલીસને જાણકારી આપી હતી. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે. ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ દેશના અલગ-અલગ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિરાજુદ્દીન હક્કાની તાલિબાનના સૌથી ખતરનાક જૂથ હક્કાની નેટવર્કનો વડો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યો છે. આ સાથે તે તાલિબાનમાં નંબર 2 નેતાનું પદ ધરાવે છે. તાલિબાનમાં હક્કાની નેટવર્કનો નોંધપાત્ર પ્રભાવ છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ હક્કાનીના લોકેશનની જાણકારી માટે $10 મિલિયનનું ઈનામ રાખ્યું છે.
મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી, NIAને મળ્યો ઈ-મેલ, એલર્ટ જાહેર
RELATED ARTICLES