મુંબઈઃ આપણે રજા પર હોઈએ ત્યારે આપણને આ રજાના દિવસોમાં ઓફિસમાંથી કોઈ પણ કામ માટે કે અન્ય કોઈ કારણસર ફોન કરીને કે કોન્ટેક્ટ કરીને હેરાન ના કરે એ માટેની તકેદારી રાખીએ છીએ, પણ ઘણી વખત આ આશા ઠગારી નિવડે છે. પણ મુંબઈની જ એક કંપની દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ અનુસાર રજા પર જનાર કર્મચારીને જો ઓફિસમાંથી સંપર્ક કરવામાં આવે તો આવું કરનારને જંગી રકમનો દંડ ફટકારવામાં આવશે.
આજે પણ ભારતમાં એવી અનેક કંપનીઓ છે કે જ્યાં રજાના દિવસોમાં પણ કર્મચારીઓ પર કામનો બોજો હોય જ છે. પરંતુ હવે આવા કર્મચારીઓને રાહત મળે એવા સમાચાર એક ટેક કંપની દ્વારા આપવામાં આવ્યા છે. કંપનીના આ નિર્ણયને કારણે ઓફિસમાં રહેલાં કર્મચારીઓનું મોટું નુકસાન થઈ શકે એમ છે. એક ભારતીય ટેક સ્ટાર્ટઅપ કંપનીએ રજાના દિવસે સહકર્મચારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરનારા કર્મચારીને દંડ ફટકારીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે.
કંપનીએ તેમના કર્મચારી એક અઠવાડિયું કામથી દૂર રહેશે અને સિસ્ટમથી અનપ્લગ રહેશે એવું નક્કી કર્યું છે. આ દરમિયાન જો કોઈ પણ તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરશે તો તેને એક લાખ રુપિયાનો દંડ ભરવો પડશે.
એક મુલાકાતમાં કંપનીના સંહસંસ્થાપકે જણાવ્યું હતું કે વર્ષમાં એક વખત તમને અઠવાડિયા માટે સિસ્ટમમાંથી બહાર કાઢવામાં આવશે અને આને કારણે રજા પર રહેનાર કર્મચારીને સારો બ્રેક મળશે. અનપ્લગ ટાઈમમાં કર્મચારીને કામનો બોજો નથી જોઈતો હોતો તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં જો કોઈ પણ સહકર્મચારી તેમને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરશે તો તેને 1,00,000 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે.
હેં… કંપનીએ કેમ બનાવ્યો આવો અજીબોગરીબ નિયમ?
RELATED ARTICLES