Homeઆમચી મુંબઈમુંબઈ વિશ્વનું બીજા નંબરનું સૌથી વધુ પ્રદુષિત શહેર...

મુંબઈ વિશ્વનું બીજા નંબરનું સૌથી વધુ પ્રદુષિત શહેર…

આજ સુધી દિલ્લી સૌથી વધુ પ્રદુષિત શહેર હોવાનું સંભાળતા આવ્યા છે. પણ Swiss air tracking index IQAir (a real-time international air quality monitor) મુજબ જાન્યુઆરી ૨૯થી ફેબ્રુઆરી ૮ દરમિયાન મુંબઈ  વિશ્વનું બીજા નંબરનું સૌથી વધુ પ્રદુષિત શહેર હોવાની વિગતો જાણવા મળી છે.
જાન્યુઆરી ૨૯ના રોજ IQAir ના રિપોર્ટ મુજબ મુંબઈ ૧૦માં સ્થાને હતું, જે ૮મી ફેબ્રુઆરીના રોજ બીજા ક્રમાંકે આવી ગયું હતું. અને ૧૩મી ફેબ્રઆરીએ મુંબઈ હવાની ગુણવત્તાના આધારે વિશ્વમાં ૩ જા ક્રમાંકે આવ્યું હતું . પ્રદૂષણની દૃષ્ટિએ મુંબઈએ હાલ દિલ્હી ને પણ પાછળ મૂકી દીધું છે. અત્યાર સુધી દિલ્હી દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું.
સીપીસીબી ના આંકડા પ્રમાણે છેલ્લા ત્રણ શિયાળાની સરખામણીમાં આ વર્ષ નવેમ્બર થી જાન્યુઆરી પ્રદૂષણ અને ખરાબ હવા માટે આગળ રહ્યું છે. તજજ્ઞોના મત મુજબ વધતા વાહનો, રસ્તા અને બાંધકામમાં નીકળતી ધૂળ ને કારણે પ્રદૂષણની સમસ્યા સર્જાઇ રહી છે.
NEERI અને IIT – B ના ૨૦૨૦ના એક અભ્યાસ મુજબ રસ્તા અને બાંધકામમાંથી નીકળતી ધૂળ ને કારણે હવામાં ૭૧ % પ્રદૂષણ ફેલાય છે. અને બાકીનું ઇન્ડસ્ટ્રી, એરપોર્ટ, પાવર યુનિટ અને ડમ્પીંગ ગ્રાઉન્ડ ને કારણે ફેલાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular