મુંબઈગરા ફરી પરસેવે રેબઝેબ: ઠંડી ગાયબ

29

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાંથી અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે અને મુંબઈગરા બે-ત્રણ દિવસથી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. શનિવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું.
મુંબઈમાં જાન્યુઆરી મહિનો ઠંડી-ગરમીનો રહ્યો હતો. ગયા અઠવાડિયામાં ૧૪.૬ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી જતા મુંબઈમાં હિલસ્ટેશન જેવી ઠંડી પડી રહી હતી. જો કે બે-ત્રણ દિવસથી લઘુતમ તાપમાનના પારાની સાથે જ મહત્તમ તાપમાનનો પારો પણ ઊંચો નોંધાઈ રહ્યો છે.
શનિવારે સાંતાક્રુઝમાંં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી અને કોલાબામાં ૩૦.૫ ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી અને કોલાબામાં ૨૦.૫ ડિગ્રી નોંઘાયું હતું. શનિવારે મોસમનો જાન્યુઆરીનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સતત ઊંચું

ઠંડીનું પ્રમાણ મુંબઈમાં ઘટી ગયું છે, છતાં પ્રદૂષણનું સ્તર સતત જોખમી સ્તરે પહોંચી ગયું છે. પાટનગર દિલ્હી કરતા મુંબઈની હવામાં પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું. દિલ્હીનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૯૭ નોંધાયો હતો. તો શનિવારે મુંબઈમાં ફરી એક વખત હવાની ગુણવત્તા કથળી જતા ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૫ જેટલો ઊંચો નોંઘાયો હતો. તો સમગ્ર મુંબઈમાં સૌથી પ્રદૂષિત હવા બીકેસીમાં રહી હતી. અહીં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૦૩ જેટલો ભયજનક સપાટીએ રહ્યો હતો. કોલાબા ૩૧૯, મઝગાંવ ૩૦૯, ચેંબુર ૩૫૯, અંધેરી ૩૩૩, ભાંડુપ ૨૧૫, બોરીવલી ૨૨૧ ઍક્યુઆઈ રહ્યો હતો. તો નવી મુંબઈ ૩૬૨ ઍક્યુઆઈ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!