Mumbaiમાં Corona Testing માટે હોમ ટેસ્ટિંગ કિટની ડિમાન્ડમાં ધરખમ વધારો, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા!

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: દેશભરમાં કોરોના ફરી એક વાર માથું ઉંચકી રહ્યું છે ત્યારે આર્થિક રાજધાની મુંબઈ તેનાથી બાકાત રહ્યું નથી. શહેરમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે BMC અને રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. જોકે, પ્રાઈવેટ લેબ્સમાં ટેસ્ટિંગની માગણી પહેલાની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. તેનું મુખ્ય કારણ હોમ ટેસ્ટિંગ છે. મોટા ભાગના લોકો હોમ ટેસ્ટિંગ કિટ મંગાવીને ઘરે ટેસ્ટિંગ કરી રહ્યા છે.

ડોક્ટરોને આ મામલે ડર સતાવી રહ્યો છે કે Indian Council of Medical Researchના પોર્ટલ પર પ્રોટોકોલ અનુસાર રિપોર્ટ સબમિટ ન થવાને કારણે ઘણા કોવિડ કેસ નોંધાઊ રહ્યા નથી, જે ભવિષ્યમાં હાનિકારક સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે 16 મેના દિવસે કોરોનાના કુલ 896 એક્ટિવ કેસ હતાં, જેની સરખામણીમાં 16મી જૂન સુધી મુંબઈમાં 13,000 કરતાં વધુ એક્ટિવ કેસ હતાં.

મહત્ત્વની વાત એ છે કે 12 જૂન સુધીમાં ICMRએ Mylab CoviSelf, CoviFind, PanBio જેવી 11 હોમ એન્ટિજન ટેસ્ટિંગ કિટને મંજૂરી મળી હતી, જેની ડિમાન્ડ છેલ્લાં એક મહિનામાં 30 ટકા જેટલી વધી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મોટા ભાગના દરદીઓમાં કોરોનાના હલકા લક્ષણો હોવાને કારણે હોમ ટેસ્ટિંગ કિટ મંગાવી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.