દિવસે દિવસે વધતી મોંઘવારીને કારણે સામાન્ય લોકો હેરાન થઇ રહ્યાં છે. ત્યાં હવે વાલીઓ પર ફરી એક વાર ફિ વધારાનું ભારણ આવ્યું છે. ‘સ્કૂલ બસ એસોસિેશન’ દ્વારા બસ ફિમાં 15 થી 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અમલ 1, એપ્રિલ 2023થી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે હજી પાછલાં વર્ષે જ એસોસિએશને બસ ફીમાં 30 ટકાનો વધારો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલની ફીમાં તો દર વર્ષે 10 ટકાનો વધારો થતો જ હોય છે, હવે સ્કૂલ બસ એસોસિએશનએ પણ બસની ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હજી પાછલા વર્ષે જ સ્કૂલ બસ એસોસિએશન દ્વારા બસ ફીમાં 30% નો વધારો કરવામાં આવ્યો હતો. કોરોનાના સમયમાં ફીમાં વધારો કરવામાં આવ્યો નહતો એવું કારણ આપી 30 ટકા ફી વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ લગભગ 20 ટકા ફી વધારો કરવાનો નિર્ણય સ્કૂલ બસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા તથા બસ માટે જરુરિ વસ્તુઓની કિંમતમાં થતા વધારાનું કારણ એસોસિએશને આપ્યું હતું. 15 વર્ષથી જૂના વાહનો ભંગારમાં કાઢી નાંખવાનો કેન્દ્ર સરકારનો નિયમ છે. હવે નવી બસની કિંમતમાં પણ વધારો થયો છે. નવી બસની કિંમત 28 લાખ રુપિયા તો મિની બસની કિંમત 21 લાખ રુપિયા થઇ છે. ઉપરાંત બસના સ્પેર પાર્ટ, બેટરીની કિંમત પણ 12 થી 18 ટકા સુધી વધી છે. તેથી જ આવતા મહિનાથી સ્કૂલ બસ ફીમાં 15 થી 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય સ્કૂલ બસ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.