મુંબઇ: ખડખડાટ હાસ્યના ડોઝ સાથે જીવનની માર્મિક વાતો પરિવાર સુધી પહોંચાડતી શેમારૂમીની ઓરિજિનલ ગુજરાતી વેબ સિરીઝ ‘યમરાજ કૉલિંગ’ની પ્રથમ સીઝનની સફળતા બાદ બીજી સીઝન સોમવારથી શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. ગુજરાતી વેબ સિરીઝ ‘યમરાજ કૉલિંગ’ની બીજી સીઝનનું સ્ક્રીનિંગ શુક્રવારે સિનેપોલિસ સિનેમા, અંધેરી ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શેમારૂમીના સીઇઓ હિરેન ગડા સહિત ‘યમરાજ કૉલિંગ’ વેબ સિરીઝના દિગ્દર્શક ધર્મેશ મહેતા તથા દેવેન ભોજાણી, ધર્મેશ વ્યાસ, નિલમ પંચાલ, મેઝલ વ્યાસ વગેરે કલાકારો હાજર રહ્યાં હતાં.
આ વેબ સિરીઝથી ઓટીટી ક્ષેત્રે પદાર્પણ કરનાર દેવેન ભોજાણી ‘મુંબઇ સમાચાર’ સાથે વાત કરતાં બીજી સીઝનને લઇને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.
જ્હોની લિવર, શર્મન જોષી, રાગિણી, કૌસ્તુભ ત્રિવેદી, વિપુલ વિઠ્ઠલાણી, અરવિંદભાઇ વેકરિયા સહિત નાટયજગત અને ફિલ્મજગત સાથે સંકળાયેલ નિર્માતા, દિગ્દર્શક, લેખક અને કલાકાર ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી વેબ સિરીઝ ‘યમરાજ કૉલિંગ-૨’નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
RELATED ARTICLES