(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હજી તો માર્ચ મહિનાનું આગમન થયું નથી ત્યાં મુંબઈમાં કાળઝાળ ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે. મુંબઈમાં સોમવારે તાપમાનનો પારો ૩૭.૩ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો અને એ સાથે જ મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. હવામાન ખાતાએ આગામી દિવસમાં તાપમાનમાં હજી વધારો થવાનો અંદાજો વ્યક્ત કર્યો છે.
મુંબઈમાં સત્તાવાર રીતે હજી ઉનાળાનું આગમન થયું નથી. પરંતુ અઠવાડિયાથી મુંબઈમાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છે. સોમવારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી રત્નાગિરી અને ત્યારબાદ બીજા નંબરે મુંબઈ રહ્યું હતું. રત્નાગિરીમાં મહત્તમ તાપમાન ૩૮.૩ ડિગ્રી અને મુંબઈમાં ૩૭.૩ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી જતા દિવસ મુંબઈગરાને તડકો આકરો જણાયો હતો.
મુંબઈ સહિત રાજ્યમાં પણ હવે ધીમે ધીમે ગરમી વધી રહી છે. મુંબઈમાં સોમવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૭.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૫ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા રહ્યું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭.૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૯ ટકા રહ્યું હતું.
મુંબઈ તપ્યુ: તાપમાનનો પારો ૩૭.૩ ડિગ્રી
RELATED ARTICLES