ચોમાસાના આગમન બાદ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 104 લોકોના મોત થયા છે . રવિવારે અવિરત વરસાદથી થોડી રાહત મળી હતી. આ દિવસે મુંબઈમાં વધુ વરસાદ નોંધાયો ન હતો. તે જ સમયે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે (સોમવારે ) મુંબઈમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કર્યું છે.
નોંધનીય છે કે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા 7 તળાવોમાંથી ત્રણ તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. તેમના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તળાવનું સ્તર હવે જરૂરી જથ્થાના 82 ટકા સુધી પહોંચી ગયું છે.
