કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ પદ ગુમાવ્યા બાદ શનિવારે તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નને કારણે ભડકી ગયા હતા. એક ન્યુઝ ચેનલના રિપોર્ટરે જ્યારે રાહુલ ગાંધીને તેમનું સાંસદ પદ રદ થવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેઓ ભડકી ગયા અને પત્રકારને એલફેલ બોલવા લાગ્યા. ‘કેમ હવા નિકળી ગઇ?’ આવું સંભાષણ પણ એમણે પત્રકાર પિરષદમાં કર્યું હતું. દેશભરના પત્રકારો રાહુલ ગાંધીના આવા વર્તનથી નારાજ છે. મુંબઇ પ્રેસ ક્લબ દ્વારા રાહુલ ગાંધી આ પત્રકારની માપી માંગે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત તમામ પ્રેમ મીડિયા દ્વારા રાહુલ ગાંધીના આ વર્તનની ટીકા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રેસ કોન્ફરન્સમાં એક ન્યુઝ ચેનલના પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યુ હતું કે, ‘ભાજપનો આરોપ છે કે તમને ઓબીસીનું અપમાન કર્યું છે.’ જેના જવાબમાં ઉશ્કેરાયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તમે બીજેપી માટે કામ કરો છો? જો તમારે બીજેપી માટે જ કામ કરવું હોય તો બીજેપીનો બેજ પહેરી લો. પત્રકાર હોવાનો ડોળ ના કરો… કેમ હવા નિકળી ગઇ?’ આમ કહી તેમણે પત્રકાર ને જ પ્રશ્નો પૂછી લીધા. રાહુલ ગાંધીની આવર્તણૂંકની મુંબઇ પ્રેસ ક્લબ સહિત વિભિન્ન પત્રકાર સંગઠન અને નેતાઓ પણ નિંદા કરી છે.
The Mumbai Press Club deplores Congress leader Shri Rahul Gandhi for humiliating a journalist while addressing a press conference at his party office on Saturday morning.@RahulGandhi pic.twitter.com/pOBkfmZQoK
— Mumbai Press Club (@mumbaipressclub) March 25, 2023
આ અંગે મુબંઇ પ્રેસ ક્લબ દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું છે કે, મુંબઇ પ્રેસ ક્લબ રાહુલ ગાંધી દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા જ એક પત્રકારના અપમાન બદ્દલ રાહુલ ગાંધીની નિંદા કરે છે. એક પત્રકારનું કામ છે પ્રશ્ન પૂછવાનું, પ્રેસ કોન્ફરન્સ બોલાવનારા રાજકારણીઓનું કર્તવ્ય છે કે પત્રકાર દ્વારા પૂછવામા આવેલ પ્રશ્નનો તેઓ મર્યાદાપૂર્વક જવાબ આપે. ખૂબ જ દુ:ખની વાત છે કે દેશની સૌથી જૂની રાજનિતિક પાર્ટી ગણાતી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશના આ ચોથા સ્તંભની ગરીમાનો સન્માન કરવામાં અસફળ રહ્યાં છે. ત્યારે હવે રાહુલ ગાંધી માટે એ જ યોગ્ય છે કે તેઓ સંબધિત પત્રકારની માફી માંગે.’ ત્યાં જ નેશનલ યુનિયન ઓફ જર્નાલિસ્ટે પણ રાહુલ ગાંધીની આ વર્તણૂંકની નિંદા કરતું ટ્વીટ કરી કહ્યું છે કે, ‘લોકતંત્રની વાતો કરનારા રાહુલ ગાંધી તમે પ્રશ્નોને લઇને વિચલીત આટલા વિચલિત કેમ થાઓ છો. જવાબ આપો, પત્રકારો પર આરોપ ના મૂકો. મિડિયાને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. અમે આવી વર્તણૂંકની નિંદા કરીએ છીએ.’ અત્રે ઉલ્લેખનિય છે કે બીજેપીએ રાહુલ ગાંધીની આ વર્તણૂંકને તેમનો અભિમાન ગણાવી પ્રશ્ન પૂછ્યો છે કે શું લોકતાંત્રીક સંસ્થાઓ માટે રાહુલ ગાંધીની આ જ વર્તણૂંક છે?