Homeઆમચી મુંબઈપ્રજાસત્તાક દિન પૂર્વે મુંબઈ પોલીસનું ‘ઑપરેશન ઑલ આઉટ’

પ્રજાસત્તાક દિન પૂર્વે મુંબઈ પોલીસનું ‘ઑપરેશન ઑલ આઉટ’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રજાસત્તાક દિનની ઉજવણી વિનાવિઘ્ને શાંતિપૂર્ણ પાર પડે તે માટે મુંબઈ પોલીસે શહેરભરમાં ‘ઑપરેશન ઑલ આઉટ’ હાથ ધર્યું હતું. મંગળવારની મોડી રાતે પોલીસે શહેરમાં ૨૦૨ સ્થળે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરી ૧૫૧ આરોપીની ધરપકડ કરી હતી. ઑપરેશન ઑલ આઉટમાં શહેરનાં પાંચેય રિજનના એડિશનલ કમિશનર, દરેક ઝોનના ડીસીપી, ૨૮ ડિવિઝનલ એસીપી અને દરેક પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સહિત ઈન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ઑપરેશન દરમિયાન ૮૪૪
હોટેલ, લોજમાં તપાસ કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ફરાર ૫૧ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યુ કરાયા હોય તેવા ૧૦૦ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ સિવાય ડ્રગ્સ ખરીદનારા-વેચનારા, ગેરકાયદે શસ્ત્રો રાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગેરકાયદે દારૂનું વેચાણ તેમ જ જુગારનાં ૭૦થી વધુ સ્થળો પણ રેઇડ કરી આવા અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો હતો. રેકોર્ડ પરના ૯૨૬ આરોપીને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી ૩૩૧ જણ સામે જરૂર અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમિયાન શહેરમાં ૧૧૧ સ્થળે નાકાબંધી કરવામાં આવી હતી, જેમાં મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ૨,૫૬૮ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એ સિવાય ડ્રન્ક ઍન્ડ ડ્રાઈવ બદલ કેટલાક ડ્રાઈવરોને દંડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular