એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને લઈને થઈ રહેલી બબાલ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી ત્યારે મુંબઈ પોલીસે એક્ટરને 22 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની નોટિસ ફટકારી છે. એટલે 22 તારીખે રણવીરને પોતાનું સ્ટેટમેન્ટ આપવા પોલીસ સ્ટેશન જવું પડશે. સૂત્રોએ જણાવ્યાનુસાર મુંબઈ પોલીસની એક ટીમ નોટિસ આપવા રણવીર સિંહના ઘરે ગઈ હતી, પરંતુ તે ઘરે નહોતો, તેથી તેને નોટિસ મેઈલ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના અતરંગી અંદાજને કારણે ચર્ચાનો વિશ બનતા રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે અને તેના ફોટોશૂટથી આપત્તિ વ્યક્ત કરી હતી. જોકે, તેના ઘણા ચાહકોએ આ બોલ્ડ મૂવના વખાણ પણ કર્યા હતાં. અત્યાર સુધી રણવીર સિંહે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એક બિનસરકારી સંસ્થાએ મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ લગાવીને મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી.

Google search engine