ફરી થશે 26/11 જેવો હુમલો ! મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને એક પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો સંદેશ મળ્યો છે. જે પછી મુંબઇની સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર એક મેસેજમાં લખ્યું છે કે મુંબઈમાં 26/11જેવો બીજો હુમલો કરવામાં આવશે.
આ ધમકીભર્યો મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. મેસેંજરે લખ્યું છે કે, જો તમે લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર દેખાશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 6 લોકો આ કામ કરશે.  હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ સાથે અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગુરુવારે રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર-શ્રીવર્ધન કિનારે એક શંકાસ્પદ બોટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. બોટમાંથી ત્રણ એકે-47 રાઈફલ અને કારતૂસ મળી આવ્યા હતા. જોકે, અધિકારીઓએ કહ્યું હતું કે આ કેસમાં આતંકવાદની કોઈ કડી નથી.

1 thought on “ફરી થશે 26/11 જેવો હુમલો ! મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.