મુંબઈઃ મુંબઈમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હોવાની ઘટના હાલમાં જ પ્રકાશમાં આવી હતી અને આ પ્રકરણે નાગપાડા પોલીસ દ્વારા 15 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. દરમિયાન પીડિતાના ભવિષ્ય માટે નાગપાડા પોલીસ સ્ટેશનના 12થી વધુ પોલીસે ભંડોળ આપ્યું હોઈ આ રકમ એક લાખ દસ હજાર રૂપિયા જેટલી છે. આ રકમ પીડિતાના નામ પર પોસ્ટ ઓફિસમાં ડિપોઝીટ કરવામાં આવી છે. એટલું જ નહીં મુંબઈ સેન્ટ્રલની એક ફેમસ શાળામાં 10મી સુધી બાળકીની મફત શિક્ષણ આપવામાં આવશે.
સાતમી જાન્યુઆરીના બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને નિર્જન સ્થળે લઈ જઈને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં પોલીસે પરિસરના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. છ કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી. સંબંધિત અલ્પવયીન આરોપી પર પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ચે.
નાગપાડા પોલીસ સ્ટેશનના મહેશકુમાર ઠાકુરે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે પીડિતાના પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા ગૃહિણી હોઈ અમે લોકોએ તેને મદદ કરવાનું નક્કી કર્યું હતું. મારા બાકીને સહકર્મચારી સાથે આ મામલે વાત-ચીત કરી અને લોકોએ મદદ કરવા માટેની તૈયારી દર્શાવી. પીડિતાના સારા ભવિષ્ય માટે એક લાખ દસ હજાર રુપિયાનું ભંડોળ એકઠું થયું છે. આ રકમને પોસ્ટમાં મૂકવામાં આવી છે. આ સિવાય તેના ભણતર માટેની વ્યવસ્થા પણ અમે લોકોએ કરી રાખી છે. પીડિતા અમારા માટે અમારા ઘરની સભ્ય જેવી જ છે. તેને જ્યારે જ્યારે જરુર પડશે ત્યારે ત્યારે અમે તેને મદદ કરીશું.
—
ખાખીમાં મહેંકી માનવતાઃ બળાત્કાર પીડિતા માટે ઉગરાવ્યો 1,10,000 રૂપિયાનો ફાળો
RELATED ARTICLES