બોલીવૂડ એક્ટ્રેસ રાખી સાવંતની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે રાખીને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે રાખીની ધરપકડ કરવામાં આવી છે. અંબોલી પોલીસે આજે રાખી સાવંતની ધરપકડ કરી છે. અભિનેત્રી શર્લિન ચોપરાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા રાખી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય બાદ પોલીસ રાખી સાવંતને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. રાખી સાવંત પર આરોપ છે કે તેણે થોડા સમય પહેલા અભિનેત્રી શર્લિન ચોપરાના વાંધાજનક વીડિયો અને તસવીરો વાયરલ કરી હતી. આ પછી શર્લિને ગયા વર્ષે પોલીસમાં રાખી સાવંત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હવે આ કેસમાં શર્લિનની ફરિયાદ બાદ આજે અંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે.
રાખી સાવંતની ધરપકડના સમાચારની પુષ્ટિ શર્લિન ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ કરી છે.
શર્લિન ચોપરા કેસમાં રાખી સાવંતની ધરપકડ, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી
RELATED ARTICLES