મુંબઈઃ મુંબઈ મહાનગરમાં કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તેના માટે મુંબઈ પોલીસ પ્રશાસન દ્વારા ઓપરેશન ઓલઆઉટ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે અસામાજિક તત્ત્વો દ્વારા તેમાં કોઈ અવરોધ ઊભો કરવામાં આવે નહીં તેના માટે પોલીસ પ્રશાસન દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અન્વયે અત્યાર સુધીમાં 1,113થી વધારે હોટેલ, લોજ અને રેસ્ટોરાંની ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 671 સંવેદનશીલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 24 કલાકના ઓપરેશન ઓલઆઉટ નિમિત્તે 28 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 233 જગ્યાએ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે, જ્યારે 787 ગુનેગારની પૂછપરછ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ વાહનની તપાસ કરવામાં આવી છે, જ્યારે 5747 વાહનચાલક વિરુદ્ધ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ કરવામાં આવ્યા હતા. દારુના નશામાં વાહન ચલાવવા બદલ પંદર જણ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા. ગેરકાયદે દારુ, મટકા અને જુગાર રમવાના આરોપમાં 68 આરોપીની પોલીસે ધરપકડ કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું. જાહેર જનતાને સોશિયલ મીડિયા પર કોઈ અફવા નહીં ફેલાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ મુદ્દો પોલીસે સ્પષ્ટતા કરતા કહ્યું હતું ખોટી માહિતી ફેલાવવાથી કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થતી હોય છે, તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ સંભાળીને કરવાની પોલીસે અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ પ્રશાસન દ્વારા ઓપરેશન ઓલઆઉટ ખાસ કરીને 26મી જાન્યુઆરી, 14મી ફેબ્રુઆરી, પંદરમી ઓગસ્ટ સહિત અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને કરાય છે.
શા માટે પોલીસ કરી રહી છે મુંબઈની હોટેલનું ચેકિંગ?
RELATED ARTICLES