મુંબઈઃ મુંબઈ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળવાને કારણે એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આખું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ધમકીભર્યા ફોન બાદ મુંબઈ એરપોર્ટ સહિત અન્ય મહત્ત્વના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
દરમિયાન મુંબઈ પોલીસે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકીવાળો ફોન કરવા પ્રકરણે 25 વર્ષીય યુવકની ધરપકડ કરી હોવાની માહિતી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. મુંબઈના ગોવંડી પરિસરમાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.
યુવકે સોમવારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશન એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી ફોન કરીને આપી હતી અને આ ધમકી બાદ પોલીસ યંત્રણા સજ્જ થઈ ગઈ હતી. ધમકી આપતી વખતે યુવકે પોતાની ઓળખ ઈરફાન અહમદ શેખ તરીકે આપી હતી અને તે ઈન્ડિયન મુજાહિદ્દુન નામના આંતકવાદી સંગઠનનો સભ્ય હોવાની માહિતી આપી હતી.
ધમકી બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ ધમકી આપનાર યુવકની મુંબઈના ગોવંડી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ ધમકી કોના કહેવા પર આપી હતી અને આ પ્રકારની ધમકી આપવા પાછળ કયા સંગઠનનો હાથ છે એ બાબતે પણ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઈ એરપોર્ટ ઉડાવવાની ધમકી આપનાર યુવકની ધરપકડ
RELATED ARTICLES