Homeઆમચી મુંબઈમુંબઈ પોલીસે કોની સામે આલિયાને ફરિયાદ કરવા જણાવ્યું?

મુંબઈ પોલીસે કોની સામે આલિયાને ફરિયાદ કરવા જણાવ્યું?

આલિયા ભટ્ટ તેના ઘરમાં આરામ કરી રહી હતી એવા ફોટા એક વેબ પોર્ટલ પર વાઈરલ થતાં બી-ટાઉનમાં આ અંગે નારાજી વ્યક્ત કરવામાં આવી રહી છે. પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં આલિયા તેના ઘરના લિવિંગ રૂમમાં આરામ ફરમાવી રહી છે અને આ ફોટો બાજુની જ ઈમારતમાંથી ઝૂમ લેન્સ દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો.
આલિયા ભટ્ટ બાદ અનુષ્કા શર્મા અને જહાન્વી કપૂરે પણ તેમના અનુભવો શેયર કર્યા હતા અને આવી ઘટના પ્રાઈવસીનો ભંગ કરનારી છે એવું જણાવ્યું હતું. દરમિયાન મુંબઈ પોલીસે આલિયા ભટ્ટનો કોન્ટેક્ટ કરીને ફોટોગ્રાફરે તેના પ્રાઈવેટ ફોટો ક્લિક કરવા મામલે ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું. આ ફોટો ઓનલાઈન વેબ પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટે પોલીસને જણાવ્યું હતું કે તેની પીઆર ટીમ સંબંધિત વેબ પોર્ટલના સંપર્કમાં છે.
આલિયા ભટ્ટ તેના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી એ વખતે બંને પાપારાઝીએ ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને આ ફોટો જોઈને આલિયાને આંચકો લાગ્યો હતો. તેણે મુંબઈ પોલીસ પાસે આ પ્રકરણે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે પોસ્ટ કરીને કહ્યું હતું કે હંમેશની જેમ હું બપોરે મારા લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી અને મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં ઉપર જોયું તો બાજુની બિલ્ડિંગની ટેરેસ પર બે જણ કેમેરા લઈને બેઠા હતા.
કોઈ વ્યક્તિના આ રીતે ફોટો ક્લિક કરવા એ કેટલી હદે યોગ્ય છે. કોઈની પ્રાઈવસીમાં તમે આ રીતે ખલેલ ના પહોંચાડી શકો… એવું પણ આલિયાએ તેની સ્ટોરીમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular