દહીંહાંડી ઉજવણી: મુંબઈમાં 111 ગોવિંદા ઘાયલ, માનવ પિરામિડ બનાવતી વખતે થયો અકસ્માત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી પર દહી હાંડીની ઉજવણી  દરમિયાન 111 ગોવિંદા ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના ઘાયલોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર સરકારે ગોવિંદા મંડળીના ઘાયલ સભ્યોને મફત સારવાર આપવા માટે સરકારી હોસ્પિટલોને સૂચનાઓ જારી કરી છે. ઘાયલોમાંથી 33ને કેઈએમ હોસ્પિટલમાં, 12ને જીટી હોસ્પિટલમાં, 10ને રાજાવાડી હોસ્પિટલમાં અને 11ને નાયર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ તહેવાર દરમિયાન દહીંથી ભરેલા માટલાને ઊંચાઈ પર લટકાવવામાં આવે છે અને ગોવિંદા તેને માનવ પિરામિડ બનાવીને તોડે છે. જન્માષ્ટમીના અવસર પર આખા મહારાષ્ટ્રમાં આ રમતનું આયોજન કરવામાં આવે છે. રમતગમત દરમિયાન સ્પર્ધકોના પડી જવાના અને ઘાયલ થવાના બનાવો સામાન્ય છે.
મુંબઈ અને થાણે જેવા શહેરોમાં દહીંહાંડી કાર્યક્રમો અને ગોવિંદા મંડળોને નોંધપાત્ર રાજકીય સમર્થન મળે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેમની સરકારે લોકપ્રિય તહેવાર દહી હાંડીને સાહસિક રમતનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. દહીં હાંડીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કબડ્ડી અને ખો-ખો જેવી રમતનો દરજ્જો આપવામાં આવ્યો છે. દહીં હાંડી હવે રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે ઓળખાશે. દહીં હાંડીમાં જોડાનાર ગોવિંદાઓને પણ સરકારી યોજનાઓનો લાભ મળશે. ગોવિંદા પણ હવેથી સરકારી નોકરીઓમાં 5 ટકા અનામતનો લાભ મેળવવા માટે હકદાર બનશે.
દહીંહાંડીમાં ભાગ લેનારા ગોવિંદાઓને હવેથી સરકારી નોકરીઓમાં માત્ર 5 ટકા અનામતનો લાભ મળશે જ, પરંતુ તેમને વીમા સુરક્ષા પણ મળશે. રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો દહીંહાંડી રમતી વખતે કોઈ અકસ્માત થાય અને આવી સ્થિતિમાં કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય તો સંબંધિત ગોવિંદાના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.
ગંભીર ઈજાના કિસ્સામાં 7 લાખ 50 હજાર રૂપિયાની રકમ મદદ તરીકે આપવામાં આવશે. એટલે કે આવા અકસ્માતમાં જો કોઈ ગોવિંદા બંને આંખ કે બંને પગ કે બંને હાથ કે શરીરના કોઈ બે મહત્વપૂર્ણ અંગ ગુમાવે તો તેને સાડા સાત લાખ રૂપિયા રાજ્ય તરફથી મદદ તરીકે આપવામાં આવશે. સરકાર આવી દુર્ઘટનામાં જો કોઈ ગોવિંદનો હાથ, પગ કે શરીરનો કોઈ ભાગ ગુમાવે છે તો આવી સ્થિતિમાં તેને મદદ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.