મુંબઈઃ મુંબઈમાં રિપબ્લિક ડે નિમિત્તે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે દાદરના શિવાજી પાર્કમાં હવાઈ હુમલાની શંકા વ્યક્ત કરીને સમગ્ર વિસ્તારને ‘નો ફ્લાઈંગ ઝોન’ જાહેર કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસને ઈન્પુટ્સ મળ્યા છે, જેમાં 26મી જાન્યુઆરીના દિવસે મુંબઈના શિવાજી પાર્ક ખાતે હવાઈ હુમલો થઈ શકે છે. આ માહિતી મળ્યા પછી મુંબઈ પોલીસ સતર્ક બની છે અને તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે, જે અતર્ગત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસ સુધી અહીંના વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તથા તેના અંગે પોલીસ પ્રશાસન દ્વારા તમામ જગ્યાએ સુરક્ષાના કારણસર પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે, જ્યારે વધુ માહિતી માટે પ્રશાસન રાહ જોઈ રહ્યું છે.
ગણતંત્ર દિવસ નિમિત્તે આર્થિક પાટનગ મુંબઈની માફક પાટનગર નવી દિલ્હીમાં સુરક્ષાના કારણોસર હવાઈ વાહનોની અવરજવરમાં પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી પોલીસના કમિશનર સંજય અરોરાએ આદેશ જારી કરતા જણાવ્યું હતું કે અહીંના પરિસરમાં પેરા-ગ્લાઈડર, પેરા-મોટર, હેંગ-ગ્લાઈડર, યુએવી, યુએએસ, માઈક્રોલાઈટ વિમાન સહિત અન્ય હવાઈ વાહનોને ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એર ટ્રાફિક પર નિયંત્રણ મૂકવાનું અનિવાર્ય હોવાનું જણાવતા સરકારે કહ્યું હતું કે ગણતંત્ર દિવસ કોઈ ગુનાહિત અથવા અસામાજિક તત્વો પેરા ગ્લાઈડર અથવા એના સંબંધિત અન્ય હવાઈ વાહન મારફત દેશના સર્વોચ્ચ પદ પરના મહાનુભાવોને ટાર્ગેટ બનાવી શકે છે અથવા અન્ય રીતે જોખમ ઊભું કરે નહીં તેના માટે સાવધ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Republic Day Alert: 26મી જાન્યુઆરીના મુંબઈમાં હવાઈ હુમલો?
RELATED ARTICLES