મહેંગાઈ ડાયન ખાયે જાત હૈ! પર્વના ટાણે મુંબઈમાં દૂધના ભાવ વધ્યા, આ તારીખથી લાગુ થશે નવા દર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ગણેશોત્સવને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે મોંઘવારીને કારણે ફરી એકવાર આમ આદમીનું બજેટ ખોરવાઈ ગયું છે. અમુલ અને મધર ડેરી જેવી કંપનીએ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે છુટક દૂધના ભાવમાં પણ સાત રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બરથી મુંબઈમાં આ નવા ભાવ લાગુ થશે. નવા દર અનુસાર હવે એક લિટર દૂધ માટે ગ્રાહકોને 80 રૂપિયા આપવામાં પડશે.

નોંધનીય છે કે 17 ઓગસ્ટથી અમુલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો હવે છૂટ્ટા દૂધમાં પણ ભાવ વધારો થતાં મુંબઈગરાના આર્થિક બજેટ પર તેની સીધી અસર થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.