Homeદેશ વિદેશમુંબઈ સમાચાર ઈમ્પેક્ટ: દારૂ માટે દાદાગીરી: હેલ્થ કમિશને આપ્યા રિ-ઓડિટના આદેશ

મુંબઈ સમાચાર ઈમ્પેક્ટ: દારૂ માટે દાદાગીરી: હેલ્થ કમિશને આપ્યા રિ-ઓડિટના આદેશ

રાજકોટ: ગુજરાતમાં હેલ્થ પરમિટ ધારકોની તંત્ર દ્વારા કરવામાં આવતી છેતરામણી અંગે મુંબઈ સમાચારના ગુરુવારના અંકમાં પ્રકાશિત થયેલા વિસ્તૃત અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. અમને મળતી માહિતી અનુસાર હેલ્થ કમિશન દ્વારા મૌખિક રીતે રોગી કલ્યાણ સમિતિના હિસાબોને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી પંકજ ડેથરિયા અને તેમની ટીમ કામે લાગી હોવાનુ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેમને આગામી બે દિવસમાં અહેવાલ હેલ્થ કમિશનને આપવાનો છે. જોકે આ અહેવાલ જાહેર કરવામાં આવશે નહીં, પરંતુ આશા રાખીએ કે દરદના ઈલાજ તરીકે પરમિટ મેળવતા દરદીઓ પાસેથી ગેરકાયદે ઉઘરાવવામાં આવતા નાણાં અને આ નાણાંનો ગેરકાયદેસરનો ઉપયોગ બંધ થાય.
આ સવાલોના જવાબ તો સરકારે આપવાના બાકી છે
મુંબઈ સમાચારે લીકર માટેની હેલ્થ પરમિટને લઈને હજુ તો માત્ર બે મુદ્દે સરકાર અને જનતાનું ધ્યાન દોર્યું છે. એક તો દરદી પાસેથી ફરજિયાતપણે લેવામાં આવતું દરદીઓ માટેનું ડોનેશન અને બીજું કે આ ડોનેશનની રકમ જ્યાં જમા થાય છે તે રોગી કલ્યાણ સમિતિના આર્થિક વ્યવહારો સહિતની કામગીરી, પણ હજુ આ મુદ્દે ઘણા સવાલો છે. જેના સરકારે જવાબ આપવા જોઈએ.
બોટલ પર એમઆરપી શા માટે નહીં?
હેલ્થ પરમિટને લગતા ઘણા બધા એમ મુદ્દા છે, જેમાં વહીવટકર્તાઓની મેલી મુરાદ અથવા બેદરકારી નજર સામે આવે છે. મોંઘીદાટ હેલ્થ પરમિટ લીધા બાદ લીકરની બોટલ લેવા જતો દરદી પાછો દંડાય છે. હાલમાં એમઆરપીવાળો મુદ્દો હાઈ કોર્ટમાં છે, પણ નશાબંધી ખાતું તો એવું કહે છે કે ખરીદી તથા વેચાણના બિલ પણ ચેક કરવાની તેમની સત્તા છે, પરંતુ દારૂ વેચાણ કરતા લોકો કેટલા ટકા નફો રળે છે તે કહેવા તેઓ તૈયાર નથી. મુદ્દો કોર્ટમાં હોવાથી નજીકના ભવિષ્યમાં કોઈ નિવેડો આવી શકે ત્યાં સુધી સો રૂપિયાનો માલ કદાચ બસો રૂપિયામાં વેચાય તો પણ નશાબંધી ખાતું કશું કરી શકે તેમ નથી. કોઈપણ વસ્તુ રોગની દવા તરીકે જ્યારે વહેંચાતી હોય ત્યારે તેની પર અધિકતમ વેચાણ કિંમત લખેલી હોય, પરંતુ આ એક એવી દવા છે કે જેમાં એમઆરપી લખેલી હોતી નથી. હા તેમની પાસે મેનુ કાર્ડ હોય છે, પરંતુ બોટલ પર કિંમત લખેલી હોતી નથી. આથી ગ્રાહક પાસે માગે તે આપી દેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તે લખેલી હોતી નથી. છતાં કોઈ બોલવા, પૂછવાવાળું નથી. દરેક ધંધાના નફાના ધોરણો સરકાર તરફથી નક્કી કરેલા હોય છે. આમાં પણ નક્કી કરેલા હશે, પરંતુ પરમિટ ધારકોને કોઈ માહિતી આપવામાં આવતી નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે.રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦ સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર તથા મકાનની વધારાની ઊંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫ ટકા તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦ ના દરે દંડ વસૂલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી ૫૦ વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩ ટકા વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયેથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે તેમણે એવું જણાવ્યું હતું. આ સાથે નિયમ અનુસાર નશાબંધી ખાતા દ્વારા પરમિટદીઠ રૂ. ૪૦૦૦ અરજદાર પાસેથી વસૂલવામાં આવે છે, તેમાં રૂ. ૨૦૦૦ સિવિલ હૉસ્પિટલના પણ સામેલ હોય છે. આથી સિવિલ હૉસ્પિટલને ચેક અપ કરી હેલ્થ પરમિટની મંજૂરી આપવા અંગે રૂ. ૨૦૦૦ ફીપેટે આપવાના હોય છે, પરંતુ આ નાણાં નશાબંધી ખાતા દ્વારા જ ઉઘરાવવામાં આવે છે. એક જ અકાઉન્ટમાં રૂ. ૪૦૦૦ જમા થતા હોય છે ત્યારે નશાબંધી ખાતું સિવિલ હૉસ્પિટલોને આપે છે કે નહીં, તે મામલે કોઈ સ્પષ્ટતા નથી. પોતાના હકના પૈસા ઉઘરાવવામાં હૉસ્પિટલો રસ લે છે કે નહીં, તે ખબર નથી, પરંતુ દરદીઓને ખંખેરવામાં આવે છે, તે વાત નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular