મુંબઈ સમાચાર દ્વિશતાબ્દી ઉજવણી પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલું સ્મૃતિચિહ્ન મેળવવાની સુવર્ણ તક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નવી દિલ્હી: ‘મુંબઈ સમાચાર’ના ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડા પ્રધાન મોદીએ મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વિશેષ ટપાલ ટિકિટ રિલીઝ કરી હતી. આ સમારંભમાં વડા પ્રધાન મોદીને બે સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા, તેમાંના એક સ્મૃતિચિહ્નમાં વડા પ્રધાન મોદી બંધગળા કુર્તામાં ભારતના નકશા આગળ ઊભા છે અને અખબારના પ્રથમ પાનાનું કોલાજ પૃષ્ઠભૂમિમાં જોઈ શકાય છે, તેને લિલામમાં મેળવવાની ઉત્તમ તક છે. ટોચ પર આઝાદી કા અમૃત મહોત્સવ, પરિવર્તન, પરંપરા અને પ્રગતિના સૂત્ર સાથે અને ત્રીજી સાઈનેજમાં મુંબઈ સમાચાર દ્વિશતાબ્દી મહોત્સવ ૨૦૨૨ લખવામાં આવ્યું છે.
આ પ્લેકની લંબાઈ ૫૭ સેમી, પહોળાઈ ૨૩ સેમી., ઊંચાઈ ૮૩ સેમી. અને વજન ૧૨.૩ કિલોગ્રામ છે. ૧૭મી સપ્ટેમ્બરથી હરાજી શરૂ થઈ છે અને રૂ. ૧૦,૯૦૦ની કિંમત કવોટ કરવામાં આવી છે.
ભારત સરકારના પીએમ મેમેન્ટોઝ ઓપન ઓકશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી બાયર્સ ઓનલાઈન ઓકશનમાં ભાગ લઈ શકે છે. વેબ પોર્ટલ https://pmmementos.gov.in/#/EAuctionProductDetailsBeforeLogin?setAuctionId=NjkyOA%3D%3D પર લોગ ઈન અને રજિસ્ટ્રેશન કરવાથી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકાશે.
કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા યોજાયેલા ઈ-ઓકશનમાં વડા પ્રધાન મોદીને ભેટ મળેલી ૧૨૦૦થી વધુ આઈટમ ઉપલબ્ધ છે. વડા પ્રધાન મોદીના જન્મદિન ૧૭મી સપ્ટેમ્બરે ઓકશન શરૂ કરવામાં આવ્યું હતું, જે બીજી ઓકટોબરે પૂર્ણ થશે.
પીએમ મેમેન્ટોઝ ઈ-ઓકશનમાંથી મળેલી રકમનો ‘નમામિ ગંગે’ યોજનામાં ઉપયોગ કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.