ગણપતિ બાપ્પાના સ્વાગત માટે મુંબઈ પાલિકા સજ્જ

આમચી મુંબઈ

૩,૪૮૭ મંડળમાંથી મોટાભાગના મંડળને મળી મંજૂરી

ગણપતિબાપ્પા મોર્યા
ગણેશચતુર્થી નિમિત્તે મંગળવારે ખેતવાડી ૮મી ગલીના મંડળમાં ગણપતિબાપ્પાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યા પછી બાપાની કૃપા સૌના પર રહે એવી અભિલાષા. (જયપ્રકાશ કેળકર)
—-
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે વર્ષ બાદ આજે ધૂમધામથી મુંબઈ સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવોની ઉજવણી થઈ રહી છે. મુંબઈમાં પણ ગણપતિબાપ્પાના આગમન સહિત તેમના વિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા સહિતની યંત્રણા સજ્જ થઈ ગઈ છે. ગણેશમંડળોને મંજૂરી આપવાથી લઈને તેમના વિસર્જન માટેની તૈયારીઓ પાલિકાએ કરી લીધી છે.
મુંબઈમાં દસ દિવસ ચાલનારા ગણેશોત્સવ માટે કુલ ૩,૪૮૭ ગણેશમંડળોને પાલિકા પાસેથી મંજૂરી માગી હતી, જેમાંથી મોટા ભાગના મંડળોને મંજૂરી મળી ગઈ છે. તો અમુક મંડળોની અરજીની સ્ક્રુટીની ચાલી રહી છે. આ દરમિયાન આજથી દસ દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવના તહેવારને ધ્યાનમાં રાખીને ગણેશભક્તો અને મંડળોને જુદી જુદી માહિતી આપવા માટે પાલિકાએ મુંબઈના ૨૪ વોર્ડમાં સ્થાનિક સ્તરે ૧૮૮ કંટ્રોલ રૂમ ઊભા કર્યા છે.
મુંબઈની જુદી જુદી ચોપાટી તથા બીચ પર આવેલા મુખ્ય વિસર્જન સ્થળો પર ૭૮૬ લાઈફગાર્ડને તહેનાત કરી દેવામાં આવ્યા છે. કુદરતી વિસર્જન સ્થળ આવશ્યકતા મુજબ ૪૫ મોટરબોટ અને ૩૯ જર્મન તરાફાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈનાં જુદાં જુદાં વિસર્જન સ્થળો પર ભક્તો માટે ૨૧૧ સ્વાગત કક્ષ ઊભા કરવામાં આવ્યા છે.
વિસર્જન સ્થળો પર રાતના સમયે વધુ પ્રકાશ મળે તે માટે ૩,૦૬૯ ફ્લડલાઈટ અને ૭૧ સર્ચલાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્ત્વના વિસર્જન સ્થળો પર વૈદ્યકીય સામગ્રીથી સજજ્ એવા ૧૮૮ પ્રથમોચાર કેન્દ્ર અને ૮૩ ઍમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.
મહત્ત્વના વિસર્જન સ્થળે મૂર્તિના વિસર્જન દરમિયાન નીકળતા ફૂલહારના નિર્માલ્યને ભેગો કરવા માટે ૩૫૭ નિર્માલ્ય કલશ અને ૨૮૭ નિર્માલ્ય વાહનો રાખવામાં આવ્યાં છે. વિસર્જન સ્થળે ભક્તો પર નજર રાખી શકાય તે માટે અને કોઈ તકલીફ સર્જાય નહીં તે માટે ૪૮ જેટલા વોચ ટાવર ઊભા કરવામાં આવવાના છે. વિસર્જન સ્થળો પર ૧૩૪ જેટલા તાત્પૂરતા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવવાની છે.
ગિરગામ ચોપાટી જેવા મહત્ત્વના વિસર્જન સ્થળ પર મોટી ગણેશમૂર્તિઓના વિસર્જન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ વિિંાં://તવયિયલફક્ષયતવદશતફષિફક્ષ.ભજ્ઞળ //વજ્ઞળય/ીતયનિશક્ષરજ્ઞ/ફમમ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
ચોપાટીઓ પર ગણેશ વિસર્જન માટે આવનારાં વાહનોનાં પૈડાં પર માટી ચીપકે નહીં તે માટે ૪૬૦ સ્ટીલની પ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકાએ તમામ ૨૪ વોર્ડમાં ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ વિસર્જન સ્થળોની પણ વ્યવસ્થા કરી છે. પાલિકાના લગભગ ૧૦,૦૦૦ કર્મચારીઓ વિસર્જન દરમિયાન ફરજ પર તહેનાત રહેશે.

મુંબઈગરાને ગણેશોત્સવ નિમિત્તે બેસ્ટની ઓફર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ નિમિત્તે બેસ્ટ ઉપક્રમે મુંબઈગરા માટે એક આકર્ષક યોજના જાહેર કરી હતી, જેમાં બેસ્ટની ‘ચલો ઍપ’ વાપરનારા પ્રવાસીઓને ૭૯૯ રૂપિયાનો સુપર સેવર પ્લાન ફક્ત ૧૯૯ રૂપિયામાં ઉપલબ્ધ થવાનો છે. એટલે કે પ્રવાસીને ૭૫ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે.
બેસ્ટ ઉપક્રમ દ્વારા જાહેર કરવામાં આવેલ સુપર સેવર પ્લાન ૧૪ દિવસ માટે માન્ય રહેશે, જેમાં ૨૦ રૂપિયામાં ૫૦ ફેરીનો સમાવેશ થશે. વધુને વધુ મુંબઈગરા ડિજિટલ ટિકિટ સિસ્ટમ તરફ આકર્ષિત કરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ બેસ્ટની ‘ચલો ઍપ’ વાપરનારા હાલના પ્રવાસી સહિત નવા પ્રવાસી એમ બંનેને મળશે.
બેસ્ટના કહેવા મુજબ ‘ગૂગલ પ્લે સ્ટોર’માંથી ‘ચલો ઍપ’ ડાઉનલોડ કર્યા બાદ બસપાસ સેક્શનમાં જઈને આ યોજના શોધવાની રહેશે. ગણેશોત્સવ યોજના પસંદ કરીને તેમાં વિગતો ભરીને ફોટો અપલોડ કરવાનો રહેશે. ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા તેમ જ નેટ બૅન્કિંગ અથવા યુપીઆઈ દ્વારા ૧૯૯ રૂપિયા ઓનલાઈન ભરીને પ્લાન ખરીદવાનો રહેશે.
આ યોજના ચાલુ કરવા માટે ‘ીતય ક્ષજ્ઞૂ‘ પર ક્લિક કરવાનું રહેશે. બસમાં ચઢ્યા બાદ ‘જફિિિંં ફ ઝશિા‘ પર ક્લિક કરીને તમારા મોબાઈલ ફોનને બસના કંડકટર ટિકિટ મશીન પાસે લઈ જવાનું રહેશે. તેમાં માન્યતા મળ્યા બાદ પ્રવાસીઓને ડિજિટલ પાવતી મળશે. આ સંપૂર્ણ પ્રક્રિયા કેશલેસ અને પેપરલેસ હશે. આ યોજનામાં પ્રવાસીઓને ૧૪ દિવસના સમયગાળામાં ૫૦ ફેરીનો લાભ મળશે. એસી તેમ જ નોન એસી બસમાં ૨૦ રૂપિયામાં તમામ ટિકિટ પર પ્રવાસીઓને આ સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજના ૩૧ ઑગસ્ટ, ૨૦૨૨થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ હશે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.